Abtak Media Google News

દેશભરમાં અયોઘ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવના અવસરને વધાવવા ધર્મમય માહોલ રચાયો છે ત્યારે પડધરીના મોવૈયા ગામમાં રામલલ્લા બીરાજમાન ઉત્સવને દિવાળીની જેમ ઉજવવા ગામ સજજ બન્યું છે.

મોવૈયા 22મીએ મનાવશે બીજી દીવાળી ઘેર-ઘેર ભગવાની સાથે તિરંગો લહેરાશે

અયોધ્યા માં રામલલ્લાના બિરાજમાન ઉત્સવને પડધરી તાલુકાનું મોવૈયા ગામ દિવાળીની જેમ કરશે ઉજવણી.  સમગ્ર ગામ બનશે રામમય બન્યું છે. પડધરી તાલુકાના તમામ ગામના અક્ષત કળશ પણ મોવૈયા થી પહોંચાડવામાં આવશે.  ગામના તમામ ઘરની છત પર રાષ્ટ્રધ્વજ તથા ભગવો લહેરાવવામાં આવશે.  મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભૂમિ અયોધ્યામાં હવે વર્ષો વીત્યા પછી આ ભવ્ય અને ઐતિહાસિક ક્ષણમાં રામ મંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર થયું છે ત્યારે દરેક ભારતવાસીઓમાં હરખની હેલી છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના બિરાજમાન નો અવસર નજીક આવતા સમગ્ર ભારત વર્ષમાં આનંદ અને ઉત્સાહ તે તમામ લોકો આ દિવસની ઉજવણી કરવા માટે તૈયારીઓ તડા માર કરી રહ્યા છે ત્યારે પડધરી તાલુકામાં પણ આ ઐતિહાસિક દિવસને ઇતિહાસમાં કંડારવા માટે હિન્દુઓ ઉત્સવ સમિતિ મોવૈયા દ્વારા પણ તડામાર માં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ દિવસે મોવૈયા ગામમાં  મુખ્ય રસ્તાઓ પર સિરીઝ લગાવી સમગ્ર ગામને લાઈટથી ઝળહળતું કરવામાં આવશે, ગામના મુખ્ય રસ્તાઓની સાઇડ પર રામલલાની તથા અયોધ્યાની અવનવી રંગોળીઓ દોરી રામલલાને પ્રસન્ન કરવામાં આવશે, આખા ગામમાં ભગવા કલરના પતાકડા બાંધી ગામને સુશોભિત કરવામાં આવશે, તથા 22 જાન્યુઆરી ના દિવસે ગામના તમામ લોકો જે બહારગામ નોકરી ધંધા તથા વ્યવસાય કરવા માટે બહાર ગયા છે તેઓ પણ પોતાના વ્યવસાયમાં રજા રાખી ગામની એકતામાં હાજર રહી બપોરે તથા રાત્રે સમૂહ ભોજન  રાત્રે સતત બે કલાકથી પણ વધુ અવનવા ફટાકડાઓથી રંગીન આકાશ બનાવી આતસબાજી કરવામાં આવશે,

મોવૈયા ગામના મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગ પણ યોજવામાં આવશે તથા અયોધ્યા માં યોજાયેલ તમામ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટે ખૂબ જ મોટી એલઇડી સ્ક્રીન દ્વારા અયોધ્યા રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઈવ જોઈ શકે તે માટે ખૂબ જ મોટી સ્ક્રીનનું પણ આયોજન કરવામાં આવશે. આ અવસર ને લઇ અયોધ્યાથી જે અક્ષતની કળશ યાત્રા ઘરે ઘરે પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે પડધરી તાલુકાના તમામ ગામની જવાબદારી પણ મોવૈયા ગામને મળી હોવાથી હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા અલગ અલગ 60 કળશ બનાવી તમામ ગામમાં વાજતે ગાજતે આ અક્ષત પહોંચાડવામાં આવશે. પડધરી તાલુકાના તમામ ગામ આ જ રીતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરે તે માટે હિન્દુ ઉત્સવ સમિતિ મોવૈયા ગામ તમામ ગામને એક ઉદાહરણ પૂરું પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.