Abtak Media Google News

પડધરીના ખંભાળામાં આવેલી સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતા અને મૂળ જસદણના વિદ્યાર્થીએ ગઈકાલે ચાલુ સ્કૂલે રિસેસમાં પોતાના હોસ્ટેલના રૂમમાં જઈ બારીમાં ટુવાલ બાંધી ગળે ફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ સ્કૂલને થતા તેઓ દ્વારા પોલીસ અને વિદ્યાર્થીના પરિવારને જાણ કરવામાં આવતા તેઓ હોસ્ટેલે દોડી આવ્યા હતા. અને વિદ્યાર્થીના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

Advertisement

જસદણના યુવાને સ્કૂલના રિસેસમાં હોટલના રૂમની બારીમાં ટુવાલ બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા પરિવારમાં અરેરાટી

દીવાળી વેકેશનમાં પોતે એકલો ઘરે આવતો રહેશે તેવું પિતાને ફોનમાં કહ્યા બાદ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ જસદણના વતની અને હાલ પડધરી તાલુકાના ખંભાળા ગામે આવેલી સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતા રિધમ સુરેશભાઈ રોજાસરા નામનો 16 વર્ષનો સગીર હોસ્ટેલમાં હતો ત્યારે રૂમમાં બારીની ગ્રીલ સાથે ટુવાલ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે સ્કૂલના શિક્ષકગણ અને સહપાઠીઓમાં ખળભળાટ મચી ગયો હતો આ ઘટના અંગે પડધરી પોલીસને જાણ કરવામાં આવતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ખંભાળા ખાતે આવેલી સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલ ખાતે દોડી ગયો હતો પોલીસે ઘટના સ્થળે જરૂરી કાર્યવાહી કરી સગીરના મૃતદેહને નીચે ઉતારી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ અંગે સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલ અને પોલીસ દ્વારા જસદણ ખાતે રહેતા સગીરના પરિવારને ઘટના અંગે જાણ કરતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેમ પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે,મૃતક રીધમ રોજાસરા બે ભાઈમાં મોટો હતો અને તેના માતા પિતા બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે. રીધમ રોજાસરા છેલ્લા બે વર્ષથી પડધરીના ખંભાળા ખાતે આવેલી સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે ઘટનાના દિવસે રીધમ રોજાસરા કલાસ રૂમમાં હતો અને રિસેસના સમયમાં તે મિત્રો સાથે બહાર આવ્યો હતો રિસેસ પૂરી થતાં સહપાઠીઓ ક્લાસરૂમમાં ચાલ્યા ગયા હતા અને રીધમ રોજાસરા હોસ્ટેલમાં પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો ક્લાસરૂમમાં રીધમ રોજાસરા નહીં આવતા શિક્ષક અને સહપાઠીઓએ તપાસ કરતા રીધમ રોજાસરા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવા અંગે પડધરી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પુનિતભાઈ એન અગ્રાવત અને રાઇટર વસંતભાઈ ભુંડિયા સહિતના સ્ટાફે રીધમ રોજાસરાના આપઘાત પાછળનું કારણ જાણવા આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.