Abtak Media Google News

ભારતની સૌથી મોટી રિટેલર, રિલાયન્સ રિટેલ તથા કોકા-કોલા ઈન્ડિયાએ ભૂલ ના જાના, પ્લાસ્ટિક બોટલ લૌટાના શિર્ષક ધરાવતી સાતત્યપૂર્ણતા પહેલ લોંચ કરવાની ઘોષણા કરી છે, જેનો ઉદ્દેશ રિવર્સ વેન્ડિંગ મશીન્સ અને કલેક્શન બિન્સ દ્વારા મુંબઈમાં રિલાયન્સ રિટેલ સ્ટોર્સ ખાતે પોસ્ટ-ક્ધઝ્યુમર પ્લાસ્ટીક કલેક્શનનો છે. ચલિત અર્થતંત્રના પરિદૃશ્ય સાથે હાથ ધરાયેલો આ પાઈલોટ પ્રોજેક્ટ, સરકારના સ્વચ્છ ભારત મિશન સાથે સંકલિત છે, જેને મુંબઈ અને દિલ્હીમાં સ્માર્ટ બાઝાર તથા સહકારી ભંડાર સ્ટોર્સ સહિત રિલાયન્સ રિલેટના 36 સ્ટોર્સ ખાતે શરૂ કરાયો છે. આગામી 2025 સુધીમાં તેને દેશભરમાં 200 સ્ટોર્સ સુધી વિસ્તારાશે જેના થકી પાઈલોટ ફેઝમાં વર્ષે 5,00,000 ઙઊઝ બોટલ્સને એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે.

પાઇલોટ પ્રોજેકટમાં વર્ષે પાંચ લાખ બોટલ્સ એકત્રિત કરવાનો લક્ષ્યાંક: પ્લાસ્ટીક કલેકશન અને રિસાઇલિંગ પહેલને 2025 સુધીમાં ભારતમાં રિલાયન્સ રિટેલના ર00 સ્ટોર્સ સુધી વિસ્તારાશે

આ પહેલને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી કાઝી ઈરફાનની ઉપસ્થિતિમાં લોંચ કરાઈ હતી.

આ પહેલને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી કાઝી ઈરફાનની ઉપસ્થિતિમાં લોંચ કરાઈ હતી.

આ ઈન્સ્ટોલ કરાયેલા આર.વી.એમ.એસ.  અને કલેક્શન બિન્સથી ગ્રાહકોને કોકા-કોલા ઈન્ડિયા પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટના બદલામાં આવી ઉપયોગ કરાયેલી ઙઊઝ બોટલ્સને જમા કરાવવાનું સુવિધાપૂર્ણ માધ્યમ મળી રહેશે. આ નિકાલ કરાયેલી પીઇટી બોટલ્સને એકત્રિત કરીને પોલિએસ્ટર અને પ્લાસ્ટિક્સના રિસાઈક્લિંગમાં અગ્રણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ  દ્વારા રિસાઈકલ કરાશે. આ પહેલ થકી તેમાં જોડાનારા ગ્રાહકો માટે પરંપરાગત ઢીલાશપૂર્ણ ઈકોનોમીથી દૂર જઈને જવાબદારીપૂર્ણ વેસ્ટ મેનેજમેન્ટ – ટ્રાન્ઝિશનિંગમાં સહભાગી થવાનું સરળ બનશે.

આ લોન્ચિંગ પ્રસંગે રિલાયન્સ રિટેલ લિમિટેડના ગ્રોસરી રિટેલ વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર,  દામોદર મલે જણાવ્યું હતું કે, ભારતીય પરિવારોમાં કોઈને દૂધની થેલીઓ, પ્લાસ્ટિક બોટલ, છાપાઓનો પણ દરરોજે નિકાલ કરવાની ટેવ નથી હોતી. આપણે તેને ભેગી કરી, સાફ કરીને પસ્તી-ભંગારવાળાને આપીએ છીએ, જેઓ આજની દુનિયામાં રિસાઈક્લર્સની સેનાની અગ્રિમ હરોળમાં સ્થાન ધરાવે છે. આ ટેવને આધુનિક ઢબે પ્રોત્સાહિત કરવાનું આધુનિક રિટેલર તરીકે સ્માર્ટબાઝાર જારી રાખી રહ્યું છે. કોકા-કોલા ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગીથી હાથ ધવામાં આવી રહેલો અમારા સ્ટોરમાંથી ખરીદી કરનારા લોકો સાથેનો અમારો પાયલોટ પ્રોજેક્ટ એક પહેલ છે કે જેને અમારા સ્ટોર્સના વ્યાપક નેટવર્કમાં અમલમાં મૂકવામાં આવશે.

કોકા-કોલા ઈન્ડિયા એન્ડ સાઉથવેસ્ટ એશિયાના કસ્ટમર એન્ડ કોમર્શીયલ લીડરશીપ વાઈસ પ્રેસિડેન્ટ, સુશ્રી ગ્રીષ્માસિંઘે જણાવ્યું હતું કે,અમને એ વાતનો ખૂબ આનંદ છે કે આ ભાગીદારી અને પ્લેટફોર્મ થકી અમે જાગૃતિ ફેલાવીને શોપર્સને તેમના રિલાયન્સ સ્ટોર ખાતે ખરીદી કરવાની સાથે તેમની પીઇટી બોટલ્સને રિલાઈકલ કરવાનો સુગમ ઉપાય પૂરો પાડી રહ્યા છીએ. રિટેલ, સરકારી, સુધરાઈની સંસ્થાઓ તેમજ આ પ્રકારના ગ્રાહક-કેન્દ્રિત વિચારો સાથેની ભાગીદારી કલેક્શન, રિસાઈક્લિંગ અને ઉપયોગ અંગે પ્રગતિના બહુધા આયામો બની રહ્યા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર વિભાગમાં ગ્રોથ એન્ડ સ્ટ્રેટેજી પ્રેસિડેન્ટ હેમંત ડી. શર્માએ જણાવ્યું હતું કે,રિલાયન્સ સસ્ટેઈનેબિલિટી એન્ડ સરક્યુલારિટીમાં મશાલચી બનીને કચરામાંથી કંચનનું સર્જન કરવા તરફ ભારતની કૂચની દોરવણી કરી રહી છે. વર્ષે 2 બિલિયન પીઇટી બોટલ્સને રિલાઈકલ કરવા સાથે, તે આંકડો 5 બિલિયને પહોંચાડવાની યોજના થકી, છઈંક સાતત્યપૂર્ણતા પરત્વે પોતાની વચનબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે કે જે વર્તમાન ટ્રેન્ડ્સનો દોરીસંચાર કરશે અને ઈકો-ફ્રેન્ડલી મેન્યુફેક્ચરિંગ માટે માપદંડો સ્થાપિત કરે છે. બે દાયકા કરતા વધુ સમયથી, પીઇટી દ્વારા પોસ્ટ-ક્ધઝ્યુમર પીઇટી બોટલ્સનું રિસાઈક્લિંગ કરવામાં અગ્રેસરતા હાંસલ કરાઈ છે, જે એક હરિત, સરક્યુલર ભવિષ્ય પ્રતિ તેના સમર્પણભાવનું નિદર્શન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.