આવારા તત્વો બન્યા બેફામ !! શેરડીનો રસ વેંચતા યુવાનને માર માર્યો, જુઓ વીડીયો

સ્માર્ટ સિટીની સાથે સુરત હવે ક્રાઈમ સિટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેમાં શેરડીના રસ પીવા આવેલ યુવાનો દ્વારા રસ વેચતા યુવકને માર મરાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના અમરોલી વિસ્તારની છે જ્યાં યુવાઓને દબંગગીરી જોવા મળી રહી છે. ઉનાળામાં લોકો ઠંડક મેળવવા માટે શેરડીનો રસ પીવા જતા હોય છે ત્યારે સુરતમાં શેરડીના રસની દુકાને ગરમાવો જોવા મળ્યો હતો.

https://twitter.com/Digvija40897688/status/1639552602663976960?s=20  

શેરડીના રસ વેચતા યુવાને મારામારી નહીં કરવાનું કહેતા યુવાનો રોષે ભરાયા હતા અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી છે અને યુવાનને પણ માર મારવામાં આવ્યો છે હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શેરડીનો રસ પીવા આવેલા યુવાનો દ્વારા શેરડીના રસ વેચતા યુવાનને માર મારવામાં આવ્યો છે. વીડિયોના દ્રશ્યોમાં જોઈ શકાઈ છે કે યુવાનો દ્વારા રસની દુકાનમાં તોડફોડ કરવામાં આવી રહી છે.