રાજકોટ સિવિલ હોસ્પિટલને શ્રેષ્ઠ કામગીરી એવોર્ડ એનાયત

“ર્માં” અમૃતમ કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ

એક વર્ષમાં 6813 કાર્ડ ધારકોએ  યોજના હેઠળ સારવારનો લાભ લીધો

આગામી સમયમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે પી.આર.ઓ.ની નિમણૂક કરી ગ્રીન કોરિડોરની સુવિધા પણ ટુક સમયમાં શરૂ કરવામાં આવશે: પત્રકાર પરિષદમાં માહિતી આપતા સિવિલ સર્જન ડો. આર.એસ. ત્રિવેદી

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી “મા” અમૃતમ કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવાને ગઈ કાલે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત ગઈ કાલે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલને આ બંને યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી અર્થે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ અંગે આજ રોજ રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જ્યાં સિવિલ સર્જને રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરીને રાજ્ય સરકાર દ્વારા બિરદાવામાં આવી તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

પત્રકાર પરિષદમાં સિવિલ સર્જન ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે “મા” અમૃતમ કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને ત્રણ વર્ષ પૂર્ણ થયા તે અંગે ગાંધીનગર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની અમદાવાદ સિવિલ હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જામનગરની સરકારી હોસ્પિટલને આ બંને યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ શર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ હાલ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર છે. ત્યારેરાજ્ય સરકારની યોજનાઓનો પણ લાભ લેવા માટે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો રહેતો હોય છે. 2020-21 એક વર્ષમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ 6813 જેટલા દર્દીઓએ “મા” અમૃતમ કાર્ડ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારનો લાભ લીધો છે. જે સરાહનીય કામગીરી બદલ પી.ડી.યુ. સરકારી હોસ્પિટલનું સન્માન કરવામાં આવ્યું છે.

“માં” અમૃતમ કાર્ડ હેઠળ મળતા લાભો

  • પરિવારના દરેક સભ્ય માટે “મા” કાર્ડ આપવામાં આવશે
  • પરિવાર દિઠ રૂ.5 લાખ સુધીનો લાભ મેળવી શકશે
  • દર્દીઓને ભાડા પેટે પણ રૂ.300 મેળવી શકશે
  • યોજના હેઠળ ક્ધસલન્ટ, નિદાન, લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સારવાર બાદ અનુવૃત્તિ, દવાઓ, દાખલ ચાર્જ, ખોરાક અને મુસાફરી સુધનો ખર્ચ મળશે.

ભવિષ્યમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે ગ્રીન કોરિડોર બનાવમાં આવશે: તબીબી અધિક્ષક

રાજકોટ સિવિલ હોસ્પિટલને “મા” અમૃતમ યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા કામગીરીને બિરદાવીને સિવિલ હોસ્પિટલને બેસ્ટ કામગીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. જેના માટે હોવી સિવિલ હોસ્પિટલમાં આ બને યોજનાઓના લાભાર્થીઓને તકલીફ ન મળે તે માટે એક પી.આર.ઓ.ની નિમણૂક અને તેની સાથે એક ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે. જેથી લાભાર્થીઓ સીધા હેલ્પ ડેસ્ક પરથી સહાય મેળવી શકશે.