Abtak Media Google News

ર૦૫ યુવા મતદારોએ નામ નોંધણી માટે ફોર્મ નં.૬ ભર્યુ: યુવા મતદારોને વિશેષ માર્ગદર્શન અપાયું

વિધાનસભા મત વિસ્તાર ૬૮ વર્ષ દ્વારા બી.કે. મોદી ફાર્મસી કોલેજ ખાતે મતદાર સાક્ષરતા કલબ સંદર્ભે મતદાર જાગૃકતા તથા યુવા મતદારોને જનજાગૃતિ માટે સુંદર સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં યુવા મતદારો કોલેજ સ્ટુન્ડ માટે ર૦૪ છાત્રો ફોર્મ-૬ ભરીને નવા મતદારની નોંધણી કરી હતી. કોલેજ છાત્રોને ઇલેકશન પ્રક્રિયાની વિવિધ રમતો પણ રમાડી  ને જાગૃત કરીને સમજ અપાઇ હતી.

પ્રારંભે સ્વાગત સ્વામીનારાયણે તથા નાયબ કલેકટર મ.ભો. યોજનાના એમ.કે. પટેલે પ્રસંગોચિત માહીતી આપીને યુવા મતદારોને જાગૃત કર્યા હતા. આ નાયબ મામલતદાર દિશાબેન ભાગીયા ફાર્મસી કોલેજનાં પ્રિન્સીપાલ ડો. સોનીવાલા ઇ.એલ.સી. ના ઝોનલ એન.પી. જોશી તથા ઇ.એલ.સી.ના માસ્ટર ટ્રેઇનર પિયુષ હિંડોચા તથા અરુણ દવે હાજર રહ્યા હતા.

સેમીનારમાં તજજ્ઞ અરુણ દવેએ યુવજા મતદારો ને ઇલેકશન મતદાર પ્રક્રિયા ચુંટણી પ્રક્રિયા વિગેરેની સમજ આપી હતી. જયારે પિયુષ હિંડોચાએ પી.પી.ટી. દ્વારા મતદાર સાક્ષરતા કલબ ઇ.વી.એમ. મશીન અર્થે યુવા મતદારોને જાગૃત કરવા સનેડો રજુ કરીને યુવાનોને જ્ઞાન વર્ધક માહીતી આપી હતી.

આ તકે વિસ્તારની ઇ.એલ.સી.ના નોડલ કેમ્પસ ઇન્ચાર્જ બ્લોક લેવલ ઓફીસર સહીતના હાજર રહ્યા હતા. અંગે સ્ો મતદારોેને મતદાન સંદર્ભે સંકલ્પ લેવડાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.