Abtak Media Google News

ક્રિકેટને કોઇ બાઉન્ડ્રી નથી

મેચ ફિકસીંગકાંડનો ભોગ બનેલા અઝરૂદીને કોઇને દોષિત ન ગણી પોતાના પર શા માટે પ્રતિબંધ મુકાયો તે પોતે પણ હજી સમજી નથી શકયો: ભારતીય ટીમમાં ૧૭ વર્ષ સુધી સ્થાન ટકાવી, ૧૦ વર્ષ સુધી કેપ્ટનશીપ કરી તે પોતાના માટે ગૌરવ ગણાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમમાં એન્ટ્રી કરતાની સાથે જ ત્રણ સદી ફટકારી ઇગ્લેન્ડી ટીમ જ નહી સમગ્ર વિશ્ર્વના બોલરો માટે પડકારરૂપ બનેલા અજરૂદીન પોતાની કારર્કિદીની સદીઓ ફટકારી શરૂ ટેસ્ટ કેરિયરની ૯૯મી ટેસ્ટ મેચ બાદ ફિકસીંગકાંડનો ભોગ બની ૧૦૦ ટેસ્ટ રમવાનું ચુકી ગયા કરતા પોતે ૧૭ વર્ષ સુધી ભારતીય ટીમમાં સ્થાન ટકાવી ૧૦ વર્ષ સુધી કેપ્ટન તરીકે રહ્યાની ઘટનાને ગૌરવ ગણાવી પોતેના પર શા માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો તે હજી સુધી સમજી ન શકયાનું એક ઇન્ટરયુમાં જણાવ્યું છે.

Advertisement

ભારતીય ટીમને જીતની ટેવ પાડવા ઉપરાંત વિદેશની ધરતી પર ટેસ્ટ અને વન-ડે મેચ કંઇ રીતે જીતી શકયા તેમજ બેટીંગ અને બોલીંગની જેમ ફિલ્ડીંગને મહત્વ આપતા ભારતીય ટીમના પૂર્વ સુકાની અજરૂદીને તાજેતરમાં પાકિસ્તાનની એક વેબસાઇડને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાના પર ૨૦૦૦ના વર્ષમાં આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી આજીવન પ્રતિબંધ ફરમાવતો બીસીસીઆઇ દ્વારા કરાયેલા હુકમ સામે હૈદરાબાદ હાઇકોર્ટ દ્વારા તેમને ૨૦૧૨માં દોષ મુક્ત જાહેર કરી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેઓ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે ચુટાયા અને બીસીસીઆઇની એજીએમ બેઠકમાં ભાગ લીધો હતો. આથી પોતાના પર પ્રતિબંધ શા માટે મુકવામાં આવ્યો તે હજી સુધી સમજાયુ નથી એટલું જ નહી આ અંગે પોતે કોઇને દોષિત પણ ગણતા ન હોવાનું જણાવ્યું હતું.

અજરૂદીને તેની ૯૯ ટેસ્ટમાં ૪૫ની સરેરાસ સાથે ૬૧૨૫ રન ફટકાર્યા છે. અને વન-ડે મેચમાં ૩૬.૯૨ની સરેસાર સાથે ૯૩૭૮ રન ૩૩૪ મેચમાં બનાવ્યા છે. ભારતની ટીમમાં ૧૭ વર્ષ સુધી રમવા ઉપરાંત ૧૦ વર્ષ સુધી કેપ્ટન તરીકે ર્હ્યાનું તેમને ગૌરવ ગણાવ્યું છે.

અજરૂદીન સદી ઉપર સદી ફટાકારતો હોવાથી તેની નબળાય વિદેશી બોલરોએ શોધી તે બેકફુટ પર આવીને રમતો હોવાથી બેટ તેના શરીરથી દુર રહેતું ત્યા બોલ ફેકી અજરૂદીનને આઉટ કરી શકાતો હોવાથી તેનો નબળો સમય ચાલતો હતો ત્યારે તેને પાકિસ્તાનના ક્રિકેટર ઝહીર અબ્બાસે તેની નબળાઇ શુ છે તે અંગે સમજ આપી હતી ત્યાર બાદ તે ફરી સારી બેટીંગ શરૂ કરી શકયો હતો. ક્રિકેટર યુનુસખાન ઇગ્લેડના પ્રવાસ ગયો ત્યારે તે નબળા ફોર્મના કારણે બેટીંગ કરવામાં ઘણી મુંજવણ અનુભવી રહ્યો હતો ત્યારે તેને અજરૂદીને ક્રિઝમાં રહી રમવાની આપેલી સલાહના કારણે તે બેવડી સદી ફટકારી શકયો હતો. આ ઉપરાંત તે બેટીંગ અને બોલીંગની જેમ ફિલ્ડીગને પણ મહત્વ આપતા અને તે માટે પોતાના ફિટનેશ ઉપરાંત ફિલ્ડીંગને પણ બેટીંગની જેમ એન્જોય કરવી ગણાવી હતી. તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મેચ રમવા અંગે કોઇ કોમેટ કરવાની ના કહી ક્રિકેટને કોઇ બાઉન્ડ્રી ન હોવાનું ગણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.