મોબાઇલે જમાનો બદલ્યો!: જુગારીઓ હાઈ પ્રોફાઈલ બન્યા!
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીએ રુ.૧૩ લાખના મુદ્દામાલ સાથે ૧૨ શખ્સોને ઝડપી લેતા પોલીસ બેડામાં ખળભળાટ
રાજકોટ શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નાવા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં પોલીસ મીઠી નજર હેઠળ શરુ થયેલા હાઇપ્રોફાઇલ જુગાર કલબનું ૧૦ દિવસમાં બાળમરણ થાય બાદ બોમ્બે સાઇલની જુગાર કબલના સંચાલકો પ્રૈકીના કેટલાક શખ્સોએ પડધરી તાલુકાના વણપરી ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વાડી વિસ્તારમાં ધમધમતી જુગાર કલબ પર એલસીબીએ દરોડો પાડી ૧૨ શખસોની ધરપકડ કરી રોકડ, મોબાઈલ અને કાર મળી રુા.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા કલબ સંચાલકની શોધખોળ હાથ ધરી છે.પોલીસ પ્રાપ્ત વિગતો મુજબ પડધરી તાલુકાના વણપરી ગામે રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ ધીરુભા ઝાલા નામના શખસ પોતાની વાડીમાં જુગાર કલબ ચલાવતો હોવાની એલસીબીના હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એમ.એન.રાણા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા જામનગરના ધર્મરાજસિંહ ભુપતસિંહ જાડેજા, મોરબી-શાપરના પુના હિરા પાસીયા, જામનગરના રમેશ મોહન મુંગરા, જયપાલસિંહ મનુભા ગોહિલ, ઉત્તમ અરજણ કરમુર, મોરબીના ગફાર અબ્દુલ મોવર, વાંકાનેરનો મુકેશ વિસા ડાભી, રોહિત ભગવાનજી બાપલીયા, જેતપુરના પરેશ ભીખુ કાછડીયા, લલીત નથુ ખુંટ, રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા કૌશીક હરસુખ ગોવાણી અને પડધરીના ખોખરી ગામના માધુભા પથુભા જાડેજાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા ૨.૨૨ લાખ, ૧૧ મોબાઈલ અને કાર મળી રુા.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા કલબ સંચાલક મહેન્દ્રસિંહ ઝાલાની શોધખોળ હાથ ધરી છે.