Abtak Media Google News

રાજકોટનાં જે પ્રોડયુસર, ડિરેકટર અને લીડ એકટર્સનું થ્રિલર-કોમેડી  ફિલ્મ  ૧૮મીથી સિનેમા ઘરોમાં ધુમ મચાવશે: ખીચડી ફેમ રાજીવ મહેતા પોતાની અભિનય કળાથી લોકોનું મન મોહી લેશે

ગુજરાતી અર્બન ફિલ્મોનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે, અનેક નવા વિષયો સાથે રજુ થતી આપણી માતૃભાષાની ફિલ્મો ખરેખર પ્રેક્ષકોના મન મોહી રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ વખત થ્રિલર કોમેડી ઝોનરની ફિલ્મ બાપ રે બાપ, ૧૮ જાન્યુઆરી એ સિનેમા ઘરોમાં આવી રહી છે.

પિતા પુત્ર વચ્ચેના વૈચારિક ભેદ ભાવને હળવી શૈલીમાં રજુ કરવાની સાથે મિત્રને કપરા સમયમાં સાથ આપવા કોઇપણ હદે જતાં દિલોજાન મિત્રોની રોલર કોસ્ટર રાઇડ જેવી ફિલ્મ પ્રેક્ષકોનું એક સેક્ધડ માટે પણ ઘ્યાન ભંગ નહિ થવા દે સમયની સાથે રેસ માંડી બેઠેલા મિત્રો એમને મેળવી ચેલેન્જ પુરી કરે છે કે નહીં અને આ ચેલેન્જ પુરી કરવા માટેની મથામણમાંથી ઉદભવતું હાસ્યપ્રેક્ષકો માટે સ્ટેસ રિલીવર સાબીત થશે મુવી અંગે વિસ્તૃત વિગત આપવા દિગ્દર્શક સાગર કાલરીયા નિર્માતા પાથ બાણગરીયા અને એકટર તેમજ જોશીએ અબતકની શુભેચ્છા મુલાકા લીધી હતી.

સાગર કાલરીયાનું સુંદર દિગ્દર્શન અને પાર્થ બાણુંગરીયા અને સચિન રાઠોડ ના નિર્માણમાં ધવલ રાઠોડની વાર્તા બાપ રે બાપ માં રાજકોટમાં તેજ જોશી (અજય) લીડ રોલમાં દેખાશે. તો એમના બાપ ના રોલમાં ખીચડીમાં પ્રફુલ તરીકે આપણે જેમને માણતા આવ્યા છીએ એ સદાબહાર કોમેડી કિંગ રાજીવ મહેતા નજરે પડશે. ઘણા નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં અભિયન આપી ચુકેલા ટિલ્લાના દેસાઇ (સપના) પ્રતિક રાઠોડ(દિવ્યેશ) અને રાજકોટના જાણીતા નાટય કલાકાર અને કવિ ભાર્ગવ ઠાકર (વિનય) મિત્રો તરીકેના પાત્રમાં ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તરીકેના પાત્રમાં ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કરશે. સમગ્ર ફિલ્મ સિન્ક સાઉન્ડ કરવામાં આવી છે જેમાં સાઉન્ડ એન્જીનીયરીંગ નીરુકત દવે અને સાઉન્ડ રેકોડીસ્ટ ઉર્મલ પંડયા એ પ્રસશનીય કામ કર્યુ છે. રાજકોટના જ ભૂમિલ સૂચક એ આ ફિલ્મની સિનેમેટોગ્રાફી કરી છે. ફિલ્મનું એડિટીંગ સચિત દેસાઇ અને કૌશલ ગોંડલીયા એ કરેલું છે.

આ ફિલ્મનું કર્ણપ્રિય સંગીત મુંબઇના સંગીતકાર રાજીવ ભટ્ટે આપ્યું છે તો ગીતા દિવ્યા કુમાર, જયરાજ જોશી, એ ગાયા છે. ભાર્ગવ ઠાકર આર્શ પંચમતિયા એ ગીતો લખ્યા છે.

આ ઉપરાંત અર્જુન મહેતાએ લખેલું અને કંપોઝ કરેલું રેપ સોગ પણ ફિલ્મમાં ખુબ વખણાય રહ્યું છે સોશીયલ મીડીયા, યુ ટયુબ  અને મોબાઇલની દરેક મ્યુઝીક એપ્લિકેશન પર ફિલ્મના ત્રણેય ગીતોને અદ્વિતીય પ્રતિસાદ મળી રહ્યો છે.

સામાન્ય પરિવારમાં પિતા પુત્રના સંબંધો, પુત્રની અપેક્ષાઓ અને પિતાની મહેચ્છાઓ વચ્ચેનો સંઘર્ષ મિત્રો માટેની મમત અને કટોકટીના સમયે સગાઓના દુર વ્યવહાર જેવી બાબતો પણ સાવ સહજ હાસ્ય દ્વારા કહેવાતી વાત લઇને આવતી આ ફિલ્મ ૧૮ જાન્યુઆરી થી મોટાભાગના સીનેઘરોમાં ઘુમ મચાવશે ત્યારે અત્યારથી લોકોમાં ઇન્તેજારી વધી રહી છે.

ફિલ્મના પ્રોડયુસર પાર્થ બાણગરીયાએ આ તકે જણાવ્યું હતું કે બાપ રે બાપ દ્વારા આઇપી ટેડ માર્ક એકટ હેઠળ ફિલ્મના શીર્ષકનું રજીસ્ટ્રેશન કરાવાયું હતું. ત્યારે હવે થશે બાપ રે બાપ નામના મુવીનું આગળના ફન્ટ નાના બનાવીને પ્રમોશન થતું હતું જેથી કોર્ટે તેઓને તમામ ફ્રન્ટ સરખી સાઇઝના રાખવાનો આદેશ કર્યો છે. જેથી તેઓના ફિલ્મના નામનો લાભ લઇને કમાણી કરવાનો બદ ઇરાદો નિષ્ફળ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.