Abtak Media Google News

એલઆઈસીનાં વિકાસ અધિકારીઓનાં સંગઠન

રાજકોટ અને એલઆઈસીના ઈતિહાસમાં સૌ પ્રથમ મળેલી આ બેઠકમાં વિમા પોલીસી પર લગાવાયેલા જીએસટી ટેકસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થઈ

સરકારી વિમા કંપની એલઆઈસીના વિકાસ અધિકારીઓની સંસ્થા નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યોરન્સ ફીલ્ડ વર્કસ ઓફ ઈન્ડીયાના વેસ્ટ ઝોનનું દ્વિવાર્ષિક સંમેલનના રાજકોટ ખાતે પ્રારંભ થયો છે. શહેરના હેમુગઢવી હોલ ખાતે યોજાયેલા આ બે દિવસીય સેમિનારમાં વેસ્ટ ઝોનમાં આવતા ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજયોનાં વિકાસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનયબાબુને રાષ્ટ્રીયમંત્રી વિવેકસીંગ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારના ઉદઘાટન પ્રસંગે રાજકોટ-શહેર પોલીસના ડીસીપી મનોહરસિંહ જાડેજા, પીજીવીસીએલના એમડી, જાણીતા ભજનીક પદ્મશ્રી હેમંત ચૌહાણ, ફેડરેશનના વેસ્ટ ઝોન પ્રમુખ વિનાયક કામત, મંત્રી દીપક વાઘેલા એલઆઈસીના સિનિયર ડિવિઝનલ મેનેજર ગોવિંદ અગ્રવાલ, માર્કેટીંગ મેનેજર કેતન બાટાઈ અને મેનેજર સેલ્સ જે.સી.મેડમ, સહિતના મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી.આ સેમીનારમાં સરકારની આર્થિકનીતિ, વિમા પોલીસી પર લગાવાયેલા જીએસટી ટેકસ અને તેના કારણે વિમા પોલીસી મોંઘી બની હોય આ મુદે સરકારમાં રજૂઆત કરવા સહિતના મુનાઓ પર ચર્ચાવિચારણા કરવામાં આવનારી છે. આ સેમીનાર દરમ્યાન જરૂર પડયે ઝોનલના હોદેદારોની ચૂંટણી પણ યોજાનારી હોવાનું સ્થાનિક હોદેદારોએ જણાવ્યું હતુ.

અમા સંગઠન વિકાસ અધિકારીઓની સાથે પોલીસી હોલ્ટરોના હિત માટે કાર્યરત: ડી.જે. અઘેરા

Vlcsnap 2019 01 12 13H34M52S137

નેશનલ ફેડરેશન ઓફ ઈન્શ્યોરન્સ ફિલ્ડ વર્કસ ફેડરેશનના રાજકોટ બ્રાંચના પ્રમુખ દિનેશભાઈ જે. અઘેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ સંગઠ્ઠન વિકાસ અધિકારીઓની સાથે પોલીસી હોલ્ટરોના ઉત્થાન માટે કાર્યરત છે. પોલીસી હોલ્ટરોના હિતની વાતો લઈને હંમેશા સરકારની સમક્ષ રજૂઆતો કરતું રહ્યું છે. ખાસ કરીને વિમા પર જીએસટી નાખવામાં આવ્યો છે. જેના કારણે વિમો મોંઘો બન્યો છે. આ જીએસટી રદ કરવા માટે અમોએ સરકારમાં વિવિધ કક્ષાએ રજૂઆતો કરી છે. ભારત જ નહી પરંતુ દુનિયામાં એલઆઈસીના વિકાસ અધિકારીની નોકરીની કામની સાથે તુલના કરવામાં આવે છે. અને ૨૫-૩૦ વર્ષની નોકરી બાદ વિકાસ અધિકારી કામના ક્રાઈટેરિયાને પૂરા ન કરરી શકે તો તેને નોકરીમાંથી બરતરફ કરવાની જોગવાઈ છે. આ અંગે પણ આ બેઠક ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. આ અધિવેશનમા ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના વિકાસ અધિકારીઓ મોટી સંખ્યામાં આવ્યા છે.

વિમા પોલીસી પર લગાડેલા જીએસટી ટેકસને હટાવવા જરૂર પડયે આંદોલન કરીશું: વિવેક સીંગ

Vlcsnap 2019 01 12 13H37M35S160

આ બેઠક માટે ખાસ આવેલા ફેડરેશનના રાષ્ટ્રીય મંત્રી વિવેકસીંગે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે એલઆઈસીમાં વિકાસ અધિકારી એક બીજા વર્ગનાં કર્મચારી છે અને અમારી સંસ્થા એનએફઆઈ ડબલ્યુ આઈનો પશ્ચિમી ઝોનની આજે બેઠક છે. જે દેશનું સૌથી મોટુ ઝોન છે. જેમાં ત્રણ રાજયોના અમારા પાંચ હજાર કરતા વધારે વિકાસ અધિકારી કામ કરે છે. અમો અહીયા સરકારની આર્થિક નીતિ પર ચર્ચા કરીશું.અમારી સેવા શરતો પર ચર્ચા કરીશું. રેટ ડીવીઝન પર ચર્ચા કરીશ ઉપરાંત વિમા પર જીએસટી લગાવવામાં આવ્યું છે. જેના કારણે વિમા પોલીસી મોંઘી બની છે.

માણસોને સામાજીક સુરક્ષાની જરૂર હોય છે. તેના માટે વિમા મહત્વનો છે. વિમો મોંઘો થવાથી ગરીબ મણસો તેને ખરીદી શકતા નથી. વિમા પોલીસી પર સરકારે જીએસટી ટેકસ નાખ્યો છે. તેના કારણે પોલીસી ૫ થી ૧૦ ટકા જેટલી મોંઘી થઈ ગઈ છે. જેથી, આગામી જીએસટી કાઉન્સીલમાં આ અંગે સરકાર ચર્ચા વિચારણા કીને જીએસટી દર નાબુદ કરે નહિતર અમો જનતાની વચ્ચે જઈ આંદોલન કરીશું દરેક સંસદ સભ્યોની આ અંગે રજૂઆત કરીશું સંસદના બજેટ સત્ર દરમ્યાન દરેક સાંસદોને વિનંતી કરીશું નાણામંત્રીને આ મુદે પહેલા પણ મળ્યાહતા અને ફરીથી મળીને રજૂઆતો કરીશું.

એલઆઈસી અને રાજકોટના ૬૦ વર્ષના  ઈતિહાસમાં પ્રથમ વખત ઝોનલ બેઠક: પી.એસ. રાણા

Vlcsnap 2019 01 12 13H35M14S95

આ સંસ્થાના રાજકોટ એકમના મહામંત્રી પી.એસ. રાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નેશનલ ફેડરેશન ઓફ ઈન્શ્યોરન્સ વર્કસ ઓફ ઈન્ડીયાએ એલઆઈસીનાં વિકાસ અધિકારીઓનું ૬૨ વર્ષ જુનું સંગઠ્ઠન છે. જે વિકાસ અધિકારીઓને સર્વાંગી ઉત્થાન માટે સતતને સતત કામ કરી રહ્યું છે. જેના પશ્ચિમી ક્ષેત્ર એટલે કે વેસ્ટર્ન ઝોનના ત્રણ મોટા રાજયો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના સંગઠ્ઠનનું આ ઝોનલ કાઉન્સીલ બેઠક છે. જે દર બે વર્ષે યોજાય છે. એલઆઈસી અને રાજકોટના ૬૦ વર્ષના ઈતિહાસમાં આ બેઠક સૌ પ્રથમ વખત રાજકોટ ખાતે યોજાઈ રહી છે. આ સંગઠ્ઠન ૪૫૦૦ વિકાસ અધિકારી મિત્રો અને એના નીચે આવતા ૨.૫ લાખ કરતા વધારે એજન્ટ મિત્રોનું છે. આ બેઠકમાં વિમા અને એલઆઈસીના વિકાસ, પોલીસી હોલ્ડરોના ઉત્થાન માટે સતત બે દિવસ મંથન અને ચિંતન કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.