Abtak Media Google News

ખેડૂતોને સસ્તી વીજળી પહોંચાડવા અને ગૌવંશને કતલખાને ધકેલાતા અટકાવવા પતંજલીનો પ્રોજેક્ટ

બાબા રામદેવ અને તેમના સાથી આચાર્ય બાલકૃષ્ણ સંચાલિત પતંજલી હવે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ધણખૂંટનો ઉપયોગ કરવાનો વિચાર કરી રહી છે. છેલ્લા દોઢ દસકાથી ધણખૂંટ દ્વારા વિજળી ઉત્પાદન કરવા મામલે સંશોધનો ચાલી રહ્યા છે. આ સંશોધનો હવે છેલ્લા તબક્કામાં છે. સંશોધનોની સફળતાથી સસ્તી વીજળી મળશે ઉપરાંત કતલખાને ધકેલાતા ગૌવંશને બચાવી શકાશે.

Advertisement

હાલ પતંજલી અને ભારતીય મલ્ટીનેશનલ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર તેમજ તુર્કીની કંપની દ્વારા ભાગીદારીમાં પ્રોટોટાઇપ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવી રહી છે. જેમાં મુકાયેલા ટર્બાઇનથી ૨.૫ કિલો વોટ વીજળીનું ઉત્પાદન થઇ શકશે. આ વીજળીના ઉત્પાદન માટે ધણખૂંટનો ઉપયોગ કંપની કરશે.

આ મામલે બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, હાલ વધુ ને વધુ ખૂંટ કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે ત્યારે ખૂંટ વેલ્યુએબલ નથી તેવી ધારણા અમે તોડવા માંગીએ છીએ. પતંજલી ધણખૂંટ વડે વીજળી ઉત્પાદન કરવા માંગે છે. સવારે ધણખૂંટનો ખેતરમાં અને સાંજે વીજળી ઉત્પાદનમાં ઉપયોગ થઇ શકે. આ વીજળી સસ્તી રહેશે તેવી ધારણા હાલ છે. ખેતરોમાં આ વીજળીનો સરળતાથી ખેડૂતો ઉપયોગ કરી શકે. હાલ પતંજલી ધણખૂંટ વડે વીજળી ઉત્પાદનના લક્ષ્યથી થોડા અંતર દૂર છે. જે ખેડૂતો પાસે ખૂંટ છે તેઓને આ વીજળી ખૂબજ મહત્વની અને સસ્તી પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.