Abtak Media Google News

બાબરા : અપ્પુ જોશી

ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષ હિમકરસિંહએ જિલ્લામા દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ જે અંતર્ગત બાબરા વિસ્તારમા પેટ્રોલીંગ સમયે બાતમી હકીકત આધારે કરીયાણા ગામે વોચમા રહેતા એક સફેદ કલરની બોલેરો નીકળતા તેને પોલીસ સ્ટાફ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા ઉભી નહી રાખતા આ બોલેરોનો પીછો કરતા બાબરા કરીયાણા રોડ ઉપર આવેલ સોનપરી પુલ તરીકે ઓળખાતી જગ્યાએ બોલેરો ચાલક પોતાના હવાલા વાળી બોલેરો રજી નં.GJ 14 X 2817 ની મુકી નાસી ગયેલ હોય અને સદરહુ બોલેરો વાહનમા ચેક કરતા પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ છે. બાબરા પોલીસ સર્વેલન્સ ટીમે બોલેરો ગાડી સહિત કુલ મુદ્દામાલ રૂ.૭,૨૧,૪૨૦ની કિમતનો મુદ્દામક કબ્જે કર્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.