Abtak Media Google News

રાજકોટના સોની બજારમાંથી શકમંદ પકડાતા

સોની કારીગરો, ઔદ્યોગિક એકમો, કાપડ ઉદ્યોગ અને રાજયની વિવિધ જીઆઇડીસીમાં મોટી સંખ્યામાં કામ કરતા શ્રમજીવીઓનો પોલીસ પાસે કોઇ ડેટા નથી

રાજકોટના સોની બજારમાંથી અલકાયદા માટે કામ કરતા ત્રણ બંગાળી કારિગરની એટીેએસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજયના વિવિધ શહેરોમાં સોની કારિગર,  ઔદ્યોગિક એકમ, કાપડ ઉદ્યોગ અને રાજયની વિવિધ જીઆઇડીસીમાં મોટી સંખ્યામાં કામ કરતા પરપ્રાંતિય કામદારોની પોલીસ પાસે કોઇ પ્રકારના ડેટા ન હોવાની ચોકાવનારી વિગતો સામે આવતા પોલીસ સ્ટાફ સફાળી જાગી છે. ગુજરાતમાં ગંભીર ગુનાને અંજામ આપી પરપ્રાંતિય શખ્સો અવાર નવાર ભાગી જતા હોવાથી પોલીસ માટે ગુનાનો ભેદ ઉકેલવો મુશ્કેલ બને છે. પરપ્રાંતિયઓને મકાન ભાડે આપતા પહેલાં પોલીસમાં જાણ કરવાનું જાહેરનામું હતું.

Advertisement

પરંતુ રાજકોટના સોની બજારમાંથી અલકાયદા ત્રાસવાદી સંગઠન સાથે સંડોવાયેલા ત્રણ શખ્સો ઝડપાતા તેઓ જન્માષ્ટમીના તહેવારમાં આંતકી હુમલાનું કાવતરુ ઘડયાની આપેલી ચોકાવનારી કબુલાતથી સમગ્ર રાજયનો પોલીસ સ્ટાફ સ્તબ્ધ થઇ ગયો હતો. રાજયની સલામતી માટે પરપ્રાંતિયોને મકાન ઉપરાંત નોકરી પર રાખતા પહેલાં તેનો તમામ પ્રકારની વિગતો મેળવવાની ફરજીયાત બનાવવામાં આવી છે. વિવિધ એકમો દ્વારા પરપ્રાંતિયને નોકરી પર રાખતા પહેલાં તેનું ઓળખ પત્ર બનાવવાનું જાહેર કરી પરપ્રાંતિય કામદારોની નોંધણીની ઝુંબેશ રાજય વ્યાપી બનાવવામાં આવી છે.

વિગતો મુજબ રાજકોટના સોની બજારમાં કામ કરતા ત્રણ પશ્ચિમ બંગાળના કારીગરો આતંકી સંગઠન માટે કામ કરતા હોવાની બાતમીને આધારે ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.ત્યારબાદ વિગતો બહાર આવી હતી કે રાજકોટના સોની બજારમાં હજારોની સંખ્યામાં કારીગરો છે. જેમનો કોઇ ડેટા પોલીસ વિભાગ પાસે નથી. એટલું જ સોની વેપારી એસોશીએશન અને કારીગર એસોશીએશન પણ પાસે પણ કારીગરોની પુરતી વિગતો નથી. જે બાદ રાજકોટ પોલીસે તમામ કારીગરોના ડેટા એકઠા કરવાની કામગીરી સોની અને કારીગર એસોશીએશનને સોંપી છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય શહેરોમાં પણ બંગાળી કાર્યકરો મોટા પ્રમાણમાં કારીગરો ગુજરાતમાં કામ કરે છે.

જેેમાં સુરતના કપડા ઉદ્યોગ, વિવિધ જીઆઇડીસી અને કચ્છમાં પોર્ટ સહિતના યુનિટમાં મોટા પ્રમાણમાં સંખ્યામાં નોંધણી વિનાના લોકો રહે છે. આ તમામ લોકોની નોંધણી થાય તે માટે રાજ્યના તમામ જિલ્લાઓના પોલીસ વડાને સુચના આપવામાં આવી છે. કે, તેમના જિલ્લામાં કારીગર કે મજુર એસોશીએશનની મદદ લઇને કામ કરતા લોકોની યાદી અને આધાર પુરાવા સાથે તૈયાર કરીને સોંપવામાં આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગંભીર પ્રકારના ગુના આચરતા બહારના લોકોની યાદી ન હોવાને કારણે પોલીસને ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળતી નથી. ત્યારે આ યાદી પોલીસને વિવિધ ગુનાની તપાસની કામગીરી માટે પણ મહત્વની રહેશે તેવું જાણવા મળ્યું છે.

રાજકોટમાં પરપ્રાંતિયોને નોકરી રાખનાર અને મકાન કે દુકાન ભાડે આપનાર વધુ 25 સામે ગૂનો નોંધાયો

રાજકોટની સોની બઝારમાં કામ કરતા અને રહેતા લાખો પરપ્રાતીય કારીગરો વરીફીકેશન વગરના હોવાથી પોલીસે લોકોને અપીલ કર્યા બાદ દરોડા પાડી કાર્યાવાહી કરી હતી. જેમા ગઇકાલે એ અને બી ડિવિઝન પાલીસે અને પ્રનગર પોલીસ દ્વારા દરોડા પાડી 25 શખસો સામે ગુનો નોંધી કાર્વાહી કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ,પેડક રોડ, ચંપકનગર, ભગવતી પરા સહીતના વિસ્તારમાં દરોડા પાડી વેરીફિકેશન વિના પરપ્રાંતિયને મકાન દુકાન ભાડે આપનાર સામે કાર્યવાહી કરી હતી જેમા કુવાડવા રોડ પર ખોડલધામ રેસીડેન્સીમાં રહેતા ભાવેશભાઈ છગનભાઈ વોરા, સુતકબીર રોડ પર કૈલાશધાર સોસાયટીમાં રહેતા રતીભાઈ છગનભાઈ ભાલોડીયા, રમેશભાઈ છગનભાઈ મારૂ, કનકનગરમાં રહેતા દિલીપભાઈ પરસોતમભાઈ મારૂ, ભગવતી પરામાં રહેતા રંજનબેન મનસુખભાઈ, જગદિશભાઈ માનબહાદુર ચૌધરી, ગોવિદ બહાદુર જયસીંહ વીશ્વકર્મા, વિક્રમ ભગતભાઈ ત્રીરવા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

જ્યારે પ્રનગર પાલીસે ગવલીવાડમાં રહેતા સાહીદ રફીકભાઈ સોલંકી, ઈબ્રાહીમ આમદભાઈ સમા, સદર બઝારમાં મહમદઅનવર જીકરભાઈ શરનાણી, ફહાદ નુરભાઈ ખાન, હુરબાઈબેન બચુભાઈ જુણેજા, જોગીન્દરસીધ નરપતસીધ રાઠોડ. મુન્નાભાઈ સવાભાઈ લેલા સામે જાહેરનામા ભંગ કરવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમિયાન એ ડિવીઝન પોલીસે સોની બજારમાં આવેલી દુકાનમાં પરપ્રાંતિઓને કારખાનેદાર પ્રિયંશ રાજેશભાઈ રાણપરા, ધર્મદાસ ગોપાલભાઈ બોર, તપનછાતી સિધ્ધમછાતી, નિરવ વિજયભાઈ રાણપરા, હહિંસમ નુરઆલમ શેખ તેમજ રામનાથપરામાં મકાન ભાડે આપનાર જયેશ લખમણભાઈ સરૈયા, હાથીખાનામાં રહેતો અમિન રઝાકભાઈ કાજી, સમીર અબદુલભાઈ જીવરાણી, ભરત લાલજીભાઈ ગણેશા અને મુસો ઈઝરાઈલભાઈ મંડળ સામે ગૂનો નોંધી કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.