Abtak Media Google News

બોલિવુડ એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ મૂવીને ઓડિયન્સથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ત્યાં જ દેશના ઘણા રાજ્યોમાં ‘ધ કેરેલા સ્ટોરી’ બેન થઈ ગઈ છે તો ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી થઈ ગઈ છે અનેક લોકો દ્વારા આ ફિલ્મ દીકરીઓને ફ્રીમાં બતાવવામાં આવી રહી છે ત્યારે બાબરામાં ગેલક્સી સિનેમા ખાતે મહિલાઓ અને દીકરીઓને આ ફિલ્મ આજ રોજ ૩ વાગ્યાના શોમાં દર્શાવવામાં આવશે.

Advertisement

ગેલક્સી સિનેમા હોલના માલિક જયશંકર તેરૈયાએ જણાવ્યું હતું કે આજ રોજ 3 થી 6ના શોમાં કેરલા સ્ટોરી મહિલાઓ અને દીકરીઓને ની:શુલ્ક દેખાડવા માં આવશે. બાબરા શહેરની તમામ બહેનો અને મહિલાઓ અવશ્ય પોતાનો કિંમતી સમય કાઢી મૂવી જોવા પધારો એવી નમ્ર અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.