Abtak Media Google News

જી.20 અંતર્ગત એનજી ટ્રાન્ઝીશન વર્કિંગ ગ્રુપની  બેઠક મળી

ત્રીજી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક,  ભારતની જી.20 અધ્યક્ષતા હેઠળ શરૂ થઈ હતી તે બુધવારે સમાપ્ત થઈ હતી. ત્રણ દિવસની બેઠકમાં જી.20 સભ્ય દેશોના 100 થી વધુ પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી, વિશ્વ બેંક અને વિશ્વ ઊર્જા પરિષદ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ભારતના વિશેષ આમંત્રિતોએ ભાગ લીધો હતો. બેઠકના છેલ્લા દિવસે ડ્રાફ્ટ મિનિસ્ટ્રીયલ કોમ્યુનિક પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગના છેલ્લા દિવસની શરૂઆત ગ્રીન હાઇડ્રોજન, એનર્જી ટ્રાન્ઝિશન, ક્રિટિકલ મિનરલ્સ અને બાયો-ફ્યુલ્સ માટે નવી અને જટિલ ટેક્નોલોજી માટે ઓછા ખર્ચે ફાઇનાન્સ સંબંધિત સત્રોથી થઈ હતી. આ કાર્યક્રમની સાથે ’એક્સલરેટીંગ એનર્જી એફિશિયન્સી પ્રોગ્રેસ એન્ડ પ્રમોટીંગ લાઈફ’ નામનો સેમિનાર યોજાયો હતો. છેલ્લા દિવસની બેઠકમાં ચર્ચા કરાયેલા પાંચ મહત્વના મુદ્દાઓમાં ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગને વેગ આપવા માટે ફાઈવ-પોઇન્ટ ફોમ્ર્યુલા, ઊર્જા પરિવર્તન માટે નવી અને નિર્ણાયક તકનીકો માટે ઓછા ખર્ચે ફાઇનાન્સ માટે રોડમેપ, “ક્રિટીકલ મિનરલ્સ પર સહકાર માટેના સિદ્ધાંતો” ડ્રાફ્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની શરૂઆત અને 2030 સુધીમાં ડિમાન્ડ સેક્ટરમાં ઊર્જા કાર્યક્ષમતાને આગળ વધારવા માટેની વ્યૂહાત્મક યોજના માટે પણ ચર્ચા કરવામાં આવી.

આ પ્રસંગે સંબોધન કરતા નવી અને પુન:પ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવ બી.એસ. ભલ્લાએ જણાવ્યું હતું કે, ભારત 2030 સુધીમાં તેની નવીનીકરણીય ઊર્જા ક્ષમતાને 500 GW સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે 500GW લક્ષ્ય હાંસલ કરવા માટે આયોજિત માર્ગની વિગતો શેર કરી. મુંબઈમાં યોજાયેલી બેઠકમાં ટેક્નોલોજી ગેપ દ્વારા ઊર્જા પરિવર્તન, ઊર્જા સંક્રમણ અને ભાવિ ઈંધણ માટે પોસાય તેવા દરે નાણાંકીય સહાયતા જેવા મુદ્દાઓ પર વિચારણા સહિત છ પ્રાથમિકતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન, સ્વચ્છ ઊર્જા પરિવર્તન પર વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા સભ્ય દેશો વચ્ચે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારતની અધ્યક્ષતામાં એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપની ચાર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આમાંથી પ્રથમ બે બેઠકો બેંગલુરુ અને ગાંધીનગરમાં યોજાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.