Abtak Media Google News

25 ફેબ્રુઆરીની સવારે ‘નચ બલિયે 8’ની જજ તરીકે આગામી અમુક એપિસોડ્સમાં સોનાક્ષીના સ્થાને મલાઈકા અરોરા આવી ગઈ હોવાની જાહેરાત થઈ હતી. આ જ દિવસે આગામી એપિસોડ શૂટ કરવાનો હતો. આ એપિસોડમાં શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂર તેની આગામી ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’નું પ્રમોશન કરવા માટે આવ્યા હતા. જોકે સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર કથિત પ્રેમીઓ મલાઈકા અને અર્જુન કપૂર રહ્યા હતા. અહીં બન્નેએ સાથે પોઝ આપ્યા હતા. ગોલ્ડન ડ્રેસમાં આવી મલાઈકા

આ દરમિયાન મલાઈકા ગોલ્ડન ડ્રેસમાં સેક્સી લાગી રહી હતી.જ્યારે શ્રદ્ધા કપૂર થાઈ હાઈ બ્લેક બુટ્સમાં સેક્સી લુકમાં જોવા મળી હતી.

તાજેતરમાં સાથે કરી હતી પાર્ટી

15 એપ્રિલના રોજ આ કથિત કપલ ક્લોઝ ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં સાથે જોવા મળ્યાં હતું. મલાઈકા તથા અર્જુન વચ્ચે કથિત સંબંધો હોવાનું કેટલાંય સમયથી ચર્ચાઈ રહ્યું છે. જોકે, બંને માત્ર ફ્રેન્ડ્સ હોવાનો જ દાવો કરી રહ્યાં છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.