શાહરૂખ ખાન પરિવારને ખાતર સ્મોકિંગ અને ડ્રિકિંગનો ત્યાગ કરશે

shah ruk khan | bollywood | entertainment
shah ruk khan | bollywood | entertainment

મારે હેલ્ધી લાઈફ જીવીને મારા પરિવાર સાથે સોનેરી સમય વીતવવો છે: શાહરૂખ

મુંબઈ

શાહ‚ખ ખાન પરિવારને ખાતર સ્મોકિંગ એન્ડ ડ્રિકિંગ છોડશે અગાઉ પણ શાહ‚ખે સ્મોકિંગ છોડવા માટે ઈરાદો જાહેર કર્યો હતો પણ તેમાં તે કેટલો કામ્યાબ રહ્યો તે તો તે જ જાણે.

શાહ‚ખે જણાવ્યું કે તે હવે હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવીને પોતાના પરિવાર માટે જીવનન વધુ વર્ષો આપવા ઈચ્છે છે. શાહ‚ખ ચેઈન સ્મોકર છે અને તેને સીગારેટ વિના ચાલતું નથી. તે ઘણા સમયથી સ્મોકિંગ છોડવા માગે છે. પરંતુ વર્ષો જૂની આદત એમ જલ્દી છૂટતી નથી.

શાહ‚ખને ત્રણ બાળકો છે. મોટોપુત્ર આર્યન, ત્યારબાદ પુત્રી સુહાની અને ત્રીજા નંબરે નાનો પુત્ર અબરામ છે. આર્યન અને સુહાની મોરના ઈંડાને ચિતરવા ન પડે તે કહેવત મુજબ ખૂબજ ટેલેન્ટેડ છે.

જયારે નાનો પુત્ર અબરામ પણ સુપરસ્ટાર પિતાની આંગળીએ આગળીએ બધે ફરતો હોય છે. તેની તસવીરો પણ સોશિયલ મીડીઆ પર અવાર નવાર ચમકે છે.

સીગારેટ અને શરાબ છોડવા પાછળ શાહ‚ખે ફરી ફરીને કહ્યું કે હું હેલ્ધી લાઈફ જીવીને મા‚ જીવન ૨૦-૨૫ વર્ષ વધારવા માંગું છુ મારે મારા પરિવાર સાથે આ સોનેરી સમય ગાળવો છે.

શાહ‚ખ ખાનની આગામી ફિલ્મો

શાહ‚ખ ખાનની બે ફિલ્મોનું શૂટીંગ અત્યારે ચાલુ છે. જેમાં તનુ વેડસ મનુ ફેમ આનંદ રાયની અનુષ્કા શર્મા સાથેની એક ફિલ્મ છે અને બીજી ફિલ્મ તમાશા ફે ઈમ્તિયાઝ અલિની છે. શાહ‚ખ પોતે નિર્માતા પર છે. તેની પત્ની ગૌરી ખાન સહનિર્માતા અને ઈન્ટીરીયર ડીઝાઈનર છે. ગૌરીએ રણબીર કપૂરનું નવું ઘર ઈન્ટીરીયર ડીઝાઈન કર્યું છે.