Abtak Media Google News

દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે: ૩૧મીએ મહારકતદાન કેમ્પ

બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ કરણસિંહજી હાઈસ્કૂલ ભુપેન્દ્ર રોડ રાજકોટ તરફથી હનુમાન જયંતિના પાવન અવસરે બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં તા.૨૪/૩/૨૦૧૮ને શનિવારથી તારીખ ૩૦/૩/૨૦૧૮ને શુક્રવાર સુધી સદગુરુ કોઠારી સ્વામી શ્રી ગોવિંદપ્રસાદદાસજી (દ્વારકાવાળા) જામનગરના પ્રમુખ સ્થાને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે.

વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજના આજ્ઞાત્મક આશીર્વાદથી તથા ગુરુદેવ આનિ.તપોમૂર્તિ સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદદાસજી (આરંભડાવાળા) ના છે. દિવ્ય આશીર્વાદથી ભવ્ય આયોજન કરેલ છે. કથાના વ્યાસાસને શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણપ્રકાશદાસજી બિરાજી સંગીતના સથવારે દ્રષ્ટાંતો સાથે આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી સૌના હેત અને હૈયા જીતી લેશે. કથાનું સ્થળ બાલાજી હનુમાનજી મંદિર કરણસિંહજી હાઈસ્કુલ, ભુપેન્દ્ર રોડ રાજકોટ છે. કથાનો સમય સવારે ૮:૩૦ થી ૧૧:૩૦, બપોરે ૩:૩૦ થી ૬:૩૦ છે. તારીખ ૨૫/૩ના રામ જન્મોત્સવ તથા ૨૭/૩ના કૃષ્ણ જન્મોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે.

શાસ્ત્રી સ્વામી શ્રી જયેન્દ્ર પ્રકાશદાસજી કોઠારી સ્વામી શ્રી બાલાજી મંદિર રાજકોટ તથા પાર્ષદવર્ય શ્રી દીપુ ભગવત મહંત શ્રી બાલાજી મંદિર, રાજકોટ સૌ હરિભકતોને સહપરીવાર, મિત્ર મંડળ સહિત પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. મારૂતી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. યજ્ઞના આચાર્યથી કૌશિકભાઈ ત્રિવેદી રાજકોટ છે. ૩૧/૩ને શનિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભારતીય સેના તથા રાજકોટ પોલીસ તથા પરિવારજનો માટે કરવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.