Abtak Media Google News

છોટી કાશીના ઉપનામ થી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે, ત્યારે આજે મહાશિવરાત્રીના પાવનકારી પર્વને લઈને ભોળાનાથને રિઝવવા માટે વહેલી સવારથી જ અનેક શિવભક્તોએ જુદા જુદા શિવ મંદિરોમાં લાંબી કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક, જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરીને ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો.

શહેરમાં શિવજીના મહાપ્રસાદ ભાગ વિતરણ ના અનેક સ્થળે કેન્દ્રો ઊભા થયા હતા, અને ભાવિકોએ ભાંગનો પ્રસાદ આરોગ્યો હતો. શહેરમાં નીકળનારી શોભાયાત્રા ના માર્ગ પર અનેક શિવભક્તો દ્વારા ઠેર ઠેર સ્થાનિક ફ્લોટ્સ ઊભા કરીને ભગવાન શિવજીની વિવિધ ઝાંખી ઉભી કરાઈ હતી, જ્યાં પણ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી.

WhatsApp Image 2023 02 18 at 11.49.31

છોટી કાશીનું બિરુદ્ધ પામેલા જામનગર શહેરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયોમાં આજે મહાશિવરાત્રીના પાવનકારી પર્વને લઈને વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી, અને અનેક શિવભક્તો રુદ્રાભિષેક જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરીને તેમજ બીલીપત્ર ચડાવીને મહાદેવને રિઝવવાનો પ્રયત્ન કર્યો હતો, અને સમગ્ર શહેરમાં શિવમય વાતાવરણ જોવા મળ્યું હતું.

WhatsApp Image 2023 02 18 at 11.49.29

જામનગરના ભીડભંજન મહાદેવ મંદિરના દ્વારે ઉપરાંત પંચેશ્વર ટાવર, સિધ્ધનાથ મહાદેવ મંદિરના દ્વારે ભગવાન શિવજીના મહાપ્રસાદ એવા ભાંગના વિતરણ માટેના કેન્દ્રો ઊભા થયા હતા, ત્યાં પણ ભાવિકોએ પ્રસાદ લેવા માટે કતારો લગાવી હતી.

જામનગર શહેરમાં પ્રતિવર્ષ શિવરાત્રીના પાવનકારી પર્વને લઈને શોભા યાત્રા નીકળે છે, જે  પરંપરા મુજબ આ વખતે પણ ૪૨મી શોભાયાત્રા યોજાઈ રહી છે, જે શોભાયાત્રાના રૂટ પર સ્થાનિક જગ્યાએ ભગવાન શિવજીના અલગ અલગ વેશભૂષા સાથેના ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.

જેમાં ખાસ કરીને પંચેશ્વર ટાવર, ભાટની આંબલી, રણજીત રોડ, સેન્ટ્રલ બેન્ક રોડ નાગેશ્વર રોડ સહિતના જુદા-જુદા વિસ્તારોમાં ભગવાન શિવજીની વિશેષ રૂપે ઝાંખી તૈયાર કરવામાં આવી હતી,  જે તમામ સ્થળોએ પણ અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

શહેરના તમામ શિવાલયો ના દ્વારે જામનગર મહાનગરપાલિકા દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી, અને તમામ મંદિર પરિસરને જળહળતી રોશનીથી તેમજ ધજાપતા થીકા શણગારવામાં આવ્યા છે, ઉપરાંત પોલીસ દ્વારા પણ તમામ દેવાલાયો ના સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.