Abtak Media Google News
  • ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસજી, નિરજંનભાઇ રાજ્યગુરૂ, પુસ્તકના રચિયતા કિશોરસિંહ જાડેજા (નાના વડીયા) શિક્ષણ શાસ્ત્રી એન.ડી.જાડેજા સહિતના શ્રેષ્ઠીઓ રહ્યા ઉ5સ્થિત
  • કચ્છના ભદ્રેશ્ર્વરના વતની અને રામાપીરના પરમ ઉપાસક બાશ્રી જનકબા બંધીયાને કર્મભૂમિ બનાવી માનવ સેવામાં જીવન સમર્પિત કર્યું

ગોંડલ તાલુકાના બંધીયા ગામે આવેલા પ્રખ્યાત રામાપીર મંદિરે સેવા પૂજા કરતા રામાપીરના પરમ ઉપાસક બાશ્રી જનકબા જાડેજાની “સંઘર્ષ ગાથા” પુસ્તકનું અષાઢી બીજના પાવન પર્વના દિવસે સાધુ-સંતો વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠી અને ગ્રામજનોની ઉ5સ્થિતિમાં પારિવારિક માહોલમાં વિમોચન કરવામાં આવ્યું છે.

વધુ વિગત મુજબ કચ્છ જિલ્લાના ભદ્રેશ્ર્વર ગામના વતની અને ગોંડલ નજીક બંધીયા ગામે સદ્ગુરૂ પરમહંસ શ્રીરણછોડદાસજી બાપુની પધરામણી અને સદ્ગુરૂદેવ શ્રીહરીચરણદાસજી બાપુના શિષ્ય ગણો વસે તેવી પવિત્ર ભૂમિને બાશ્રી જનકબાએ કર્મભૂમિ બનાવી શ્રીરામાપીરના પરમ ઉપાસક છે.

Img 20220704 231122

બાશ્રી પુ.જનકબા જાડેજાની “સંઘર્ષ ગાથા” પુસ્તકનું અષાઢી બીજના પર્વના દિવસે બંધીયા ગામે રામાપીર મંદિરના પ્રાંગણમાં દિપ પ્રાગટ્ય કરી ગોંડલ રામજી મંદિરના મહંતશ્રી જયરામદાસજીબાપુ, જાણીતા લેખન નિરંજનભાઇ રાજગુરૂ અને રામાપીર મંદિરના મહંત, કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જાણીતા શિક્ષણશાસ્ત્રી એન.ડી. જાડેજા, ‘સંઘર્ષ ગાથા’ પુસ્તકના રચિયતા અને કોટડા સાંગાણી તાલુકાના નાના વડીયા ગામના લેખક કિશોરસિંહ જાડેજા, કોટડા સાંગાણી તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા (માણેકવાડા) સહિત અગ્રણીઓની અને સેવક સમુદાય ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ નિરંજનભાઈ રાજગુરૂએ પુસ્તક અંગે માહિતી આપી હતી. રામ મંદિર ગોંડલના મહંતશ્રી જયરામદાસબાપુએ સરસ વિદ્વતા પૂર્ણ પ્રવચન આપ્યું હતું. રામાપીર મંદિરના મહંતશ્રી દ્વારા આમંત્રિત મહેમાનો, મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. પુસ્તકના લેખક કિશોરસિંહ જાડેજાને પાઘડી પહેરાવી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ. મુંબઈ, ઝાલાવાડ, ગોહિલવાડ, ભાલ અને કચ્છમાંથી મંદિરના મહંતશ્રી દ્વારા પુસ્તક વિમોચન પ્રસંગે આમંત્રિત પધારેલા  મહેમાનોનું શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ. બાશ્રીના વતન ભદ્રેશ્વરથી 10-12 યુવાનો આવેલા આ દરેકને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ હતી કે પ. પૂ. બાશ્રી રાજકોટ હોસ્પિટલમાં પથારીવશ હોવા છતાં આ કાયેક્રમમાં ઉપસ્થિત રહી વ્હિલ ચેરમાં કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી બેઠા. તેમજ બાશ્રીની સારવાર કરનાર ડો. વાડોદરીયા તથા ડો. રૈયાણીએ પણ હાજરી આપી હતી. સમગ્ર કાયેક્રમનું સંચાલન કચ્છમાંથી આવેલા મોરારદાનજી ગઢવીએ કરેલું હતું.]

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.