Abtak Media Google News
  • ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લી મુકાશે: સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત અનેક સિનિયર -જૂનીયર વકીલો ઉપસ્થિત રહેશે
  • 150 ફૂટ રીંગરોડ બીગબજાર પાસે અમૃત પાર્ટી ખાતે સાંજે 5 થી 8 કલાકે ઉદઘાટન સમારોહમાં હાજર રહેવા અર્જુન પટેલનું નિમત્રણ

150 ફુટ રીંગ રોડ ઉપ2 આવેલ જેડ બ્લ્યુ ના શોરૂમની પાછળ નવજયોત પાર્ક, શેરી નં. 1 ખાતે  બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ ની નવી ઓફીસનું   તા.19 ને રવિવારે સાંજે 5 કલાકે ગ્રાન્ડ ઓપનીંગ રાજયના  ગૃહમંત્રી  હર્ષ સંધવી,  વિશેષ મહાનુભાવો પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ  ડો. ભરતભાઈ બોધરા,   ધારાસભ્ય અને પૂર્વ ભાજપ અધ્યક્ષ આર. સી. ફળદુ  ,રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણી , મેયર  ડો. પ્રદિપભાઈ ડવ,  સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ ,  લાખાભાઈ સાગથીયા, ચેરમેન ખોડલધામ ટ્રસ્ટ નરેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ,  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ,   ચેરમેન, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત કિશોરભાઈ ત્રિવેદી,  મનોજભાઈ અનડકટ  અને જે. જે. પટેલ  સહીતના અગ્રણીઓ ઉપસ્થિતિ રહશે  છે. આ   ઉદઘાટન  સમારોહ જેડ બ્લ્યુ શો-રૂમની સામે અને બીગ બજાર પાસે આવેલ અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે સાંજે 5.00 થી 8.00 કલાક દરમિયાન રાખવામાં આવેલ છે .જે ઉદઘાટન સમારોહમાં રાજકોટ શહેર, ગોંડલ, મોરબી, જામનગર, કાલાવડ વિગેરે વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં એડવોકેટઓ અને  બારના પ્રમુખ  અર્જુનભાઈ પટેલના સગાસબંધીઓ તથા મિત્ર-પરિવાર ઉપસ્થિત રહેવાના છે.

ઉદઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ પધારેલા તમામ વકીલ મિત્રો અને સગાસબંધીઓ નહ ઓફીસ ઉપર શુભેચ્છ  અર્જુનભાઈ પટેલ ને પાઠવશે.અર્જુનભાઈ પટેલ નો જન્મ વર્ષ 1965 માં કાલાવડ તાલુકાના નાના એવા વિભાણીયા ગામે ખેડુત પરીવારમાં થયેલ છે, તેઓ શિશુકાળથી રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સ્વયંમ સેવક છે, તેઓનું પાથમીક શિક્ષણ તેમના ગામે અને ત્યારબાદ હાઈસ્કુલનો અભ્યાસ કાલાવડ નગર પંચાયત સ્કુલમાં કરેલ છે અને તેઓ આર્ટસના ગ્રેજયુએટ છે જે ગ્રેજયુએટની ડીગ્રી તેમણે વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ છે. તેઓએ કોલેજ દરમિયાન માઉન્ટેનીયરીંગ, ઈન્ટરનેશનલ વોટર્સ સ્પોર્ટસ કોમ્પીટીશન કરેલ છે તેમજ તેઓ એન.સી.સી. નું સીસર્ટીફીકેટ ધરાવે છે. તેમણે રાજકોટ એ.એમ.પી. લો કોલેજમાંથી લો નો અભ્યાસ કરેલ છે અને વર્ષ 1989 થી રાજકોટ ખાતે સીવીલ, ક્રિમીનલ અને રેવન્યુની પ્રેકટીસ કરે છે. તેઓ સ્વ. અભયભાઈ ભારધ્વાજ ના જુનીયર હતા અને ત્યારબાદ વર્ષ 2000 ની સાલથી પોતાની સ્વતંત્ર પેકટીસ કરી રહયા છે. તેઓ વર્ષ 2003 થી 2006 અને 2008 થી 2010દરમિયાન એડીશ્નલ પબ્લિક પોસીક્યુટર અને મદદનીશ જિલ્લા સરકારી વકીલ તરીકે પણ ફરજ બજાવેલ છે.

તાજેત2માં વર્ષ 2022 ની રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં તેઓ જંગી બહુમતીથી રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ તરીકે ચૂંટાય આવેલ છે. તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે વરાયેલા જસ્ટીસ  પારડીવાલા  રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલના આમંત્રણને માન આપી  જસ્ટીસ પારડીવાલાની અધ્યક્ષતામાં લીગલ સેમીનારનું ભવ્ય આયોજન થયેલું, જે રાજકોટ બા2ના વકીલો માટે એક યાદગાર સંભારણું છે.

અર્જુનભાઈ પટેલે તેમની આ નવી અને અદ્યતન ઓફીસના શુભારંભ પ્રસંગમાં ખાસ પધારવા તમામ વકીલો મિત્રોને, સ્નેહી સબંધીઓને  આમંત્રણ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.