Abtak Media Google News

કેકેઆરની નબળી શરૂઆત બાદ શાર્દુલ અને રીંકુની તોફાની બેટિંગે 204 રન ખડકયા : સ્પિનરોની ફિરકીએ બેંગ્લોરને ધ્વસ્ત કર્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં કલકત્તા અને બેંગ્લોર વચ્ચે અત્યંત રોમાંચક મેચ કલકત્તાએ બેંગ્લોર ને 81 રને માતા આપી હતી અને આ નવી સિઝનમાં પોતાના નામે પ્રથમ જીત હાંસલ કરી. કલકત્તાની ટીમે બેંગ્લોરને ચારેય ખાને ચિત કરી દીધા હતા. શાર્દુલ ઠાકુર અને ઓપનર ગુરબાઝની તોફાની અડદી સદી બાદ બોલર્સે કરેલા ઘાતક પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2023 ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 81 રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. બેંગલોરે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કંગાળ શરૂઆત બાદ કોલકાતાએ 20 ઓવરમાં સાત વિકેટે 204 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો.

જેમાં શાર્દુલ ઠાકુરે 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. સામે રીંકુ સિંહે પણ સ્ટાસટી બોલાવી બોલાવી હતી. ત્યારે ગુરબાઝે પણ આક્રમક બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી. 205 રનના લક્ષ્યાંકના જવાબમાં બેંગલોરની શરૂઆત સારી રહી હતી પરંતુ બાદમાં કોલકાતાના બોલર્સે ઝંઝાવાતી પ્રદર્શન કર્યું હતું. બેંગલોરની ટીમ 17.4 ઓવરમાં 123 રનના સ્કોર પર ઓલ-આઉટ થઈ ગઈ હતી. જેમાં વરૂણ ચક્રવર્તીએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.

205 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ તરફથી  વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસીએ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. આ જોડીએ 4.5 ઓવરમાં 44 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, આ બંને બેટ્સમેન આઉટ થયા બાદ ટીમનો ધબડકો થયો હતો. કોહલી 21 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ફાફ ડુપ્લેસિએ 23 રન બનાવ્યા હતા. માઈકલ બ્રાસવેલ 19 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. આમ ટોચના ત્રણ બેટ્સમેન બે આંકડાનો સ્કોર નોંધાવ્યો હતો.

ત્યારબાદ ટીમનો ધબડકો થયો હતો.ગ્લેન મેક્સવેલ પાંચ, હર્ષલ પટેલ શૂન્ય, શાહબાઝ અહેમદ એક, દિનેશ કાર્તિક નવ, અનુજ રાવત એક અને કર્ણ શર્મા એક રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. કોલકાતા માટે વરૂણ ચક્રવર્તીએ ચુસ્ત બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 15 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે યુવા સ્પિનર સુયશ શર્માએ ચાર ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. સુનીલ નરૈનને બે તથા શાર્દુલ ઠાકુરને એક સફળતા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.