Abtak Media Google News

વિશ્વની 20 ટકા જેનરીક દવાનું ઉત્પાદન ભારત દેશ કરી રહ્યું છે

ભારત દવાઓ અને રસીના ઉત્પાદનમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. 2022 માં, ભારતીય ફાર્માસ્યુટિકલ બજારનું મૂલ્ય 3.28 લાખ કરોડ રૂપિયા હતું. 2024 સુધીમાં તે વધીને 5.20 લાખ કરોડ રૂપિયાએ પહોંચશે.ઉચ્ચ ગુણવત્તાની, પોસાય તેવી દવાઓનું ઉત્પાદન કરવાની ભારતની ક્ષમતા બાકીના વિશ્વ માટે એક ઉદાહરણ છે. જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની પોસાય તેવી આવૃત્તિઓ છે જે દવા ઉત્પાદક દ્વારા હસ્તગત પેટન્ટની સમયસીમા સમાપ્ત થયા પછી રજૂ કરવામાં આવે છે.

જેનરિક દવાઓની કિંમતો મૂળ કરતાં સસ્તી છે. જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની જેમ સમકક્ષ છે. તે સૂચવે છે કે તેઓ વપરાશકર્તા પર સમાન શારીરિક ક્રિયા ધરાવે છે. તેનો અર્થ એવો પણ થાય છે કે જેનરિક દવાઓ સસ્તી હોવા છતાં બ્રાન્ડેડ દવાઓ જેટલી જ ગુણવત્તા અને શક્તિ ધરાવે છે. પરંતુ જો જેનરિક દવાઓ એટલી જ અસરકારક અને સસ્તી હોય તો – દરેક જણ તેને કેમ ખરીદતા નથી? જેનરિક દવાઓની નકારાત્મક ધારણા પ્રિસ્ક્રાઇબરના વર્તનને પ્રભાવિત કરે છે અને સસ્તી દવાઓમાં દર્દીઓના વિશ્વાસને અસર કરે છે. જેનરિક દવાઓ સામે માર્કેટિંગ દળો તૈયાર હોવાથી, તેઓને બ્રાન્ડેડ દવાઓના સબ-સ્ટાન્ડર્ડ વર્ઝન તરીકે જોવામાં આવે છે.

ભારત પાસે કૌશલ્ય હોવા છતાં વિશ્વમાં ભારતની જનર્રીક દવાઓ ઉપર ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જે માટે ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસ દરમિયાન આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે ભારતે હવે જેનરિક નહીં પરંતુ ગુણવત્તા યુક્ત જેનરીક દવાઓનું નિર્માણ કરવું જરૂરી છે. નામે વિશ્વમાં ભારતની જેનરીક દવાઓ પર વિશ્વાસ વધશે. ભારતની જેનરિક દવાઓ વિશ્વના અનેક દેશોમાં નકારાત્મક અસર ઉભી કરી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ન વેચવા માટે એલર્ટ પણ જાહેર કરી દીધું હતું. જો જેનરીક દવાનું નિર્માણ કરતા ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમના રો મટીરીયલ અને ફાઇનલ દવાઓ અંગે ટેસ્ટ અને રિસર્ચ કરાવે અને પારદર્શક વ્યવહાર રાખે તો ભારતની જેનરીક દવાઓ વિશ્વના ઉપયોગ માટે સરળતા થી ઉપલબ્ધ થઈ શકે છે અને તેના પરનો વિશ્વાસ અને ભરોસો પણ વિકસિત થશે.

ભારતની દવાઓ વિશ્વના 200 દેશોમાં મોકલવામાં આવે છે અને તેનું માર્કેટ 4,00,000 કરોડ રૂપિયા જેટલું છે ત્યારે જેનરીક ફાર્માસ્યુટિકલ કંપની ઉચ્ચ ગુણવત્તાવાળી સેનિક દવાઓનો નિર્માણ કરે તો નિકાસને પણ વેગ મળશે અને દવાઓ પરનો ભરોસો પણ સતત જોવા મળશે. અને જેન્ટ્રી દવામાં વિશ્વમાં ૨૦ ટકા જેટલું વિતરણ એકમાત્ર ભારત દેશ જ કરી રહ્યું છે ત્યારે ગુણવત્તા યુક્ત જનરિક દવાઓનો ઉત્પાદન કરવામાં આવે તો તેનો ફાયદો ભારત અને દેશની અર્થવ્યવસ્થાને પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.