Abtak Media Google News

છેલ્લા બોલ સુધી રોમાંચક બનેલા મેચમાં નોકોલસ પુરનની સટાસટી

લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને એક વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. આ જીતની સાથે જ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને આરસીબીએ પહેલા બેટિંગ કરતા લખનઉની સામે 213 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેના જવાબમાં લખનઉએ 9 વિકેટ ગુમાવીને છેલ્લા બોલે લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. લખનઉની જીતનો હિરો કેરેબિયન ક્રિકેટર નિકોલસ પૂરન રહ્યો હતો, જેને 19 બોલમાં 62 રનની સટાસટી વાળી ઈનિંગ રમી હતી.

Advertisement

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની શરૂઆત જ ધમાકેદાર હતી. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે મળીને પાવરપ્લેમાં જ 56 રન બનાવ્યા. આ દરમિયાન કોહલી ઘણા  આક્રમક શોટ ફટકાર્યા હતા. કોહલી આઉટ થતાંજ ડુ પ્લેસિસની તોફાની બેટિંગ યથાવત રહી હતી. કોહલી આઉટ થયા બાદ ગ્લેન મેક્સવેલ ક્રિઝ પર આવ્યો હતો. તેને ડુ પ્લેસિસ સાથે મળીને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ યથાવત રાખ્યો હતો.

પ્રથમ ઇંનિંગના અંતે  20 ઓવરમાં 212 રનનો સ્કોર બનાવ્યો હતો જેમાં  મેક્સવેલ 29 બોલમાં 59 રનની ઈનિંગ રમી, જેમાં છ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સામેલ હતા. એક સમય એવી સ્થિતિ ઉદ્ભવિત થઈ હતી લાગતું હતું કે આરસીબી લખનઉને ખૂબ સરળતાથી ભરાવી દેશે પરંતુ આ મેચ છેલ્લા બોલ સુધી લંબાયો હતો અને નિકોલસ પુરણની સટાસટી વાળી રમતના કારણે લખનઉની ટીમે આરસીબીને હાઈસ્કોરિંગ મેચમાં એક વિકેટે માહત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.