Abtak Media Google News

બાંગ્લાદેશ માટે સકીબ હસનનું ઓલરાઉન્ડ પ્રદર્શન જીતનું મુખ્ય કારણ બન્યું

ઇંગ્લેન્ડની ટીમ ત્રણ વન-ડે મેચ અને ટી20 મેચની સીરીઝ રમવા બાંગ્લાદેશ આવ્યું છે ત્યારે ઇંગ્લેન્ડે બાંગ્લાદેશ ને બે વન-ડેમાં માતા આપી હતી અને છેલ્લા વન-ડેમાં વ્હાઇટ વોશ થાય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું પરંતુ બાંગ્લાદેશના શાખીબલ હસન ના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે બાંગ્લાદેશે વ્હાઇટવોશ ટાળ્યો હતો અને છેલ્લી વનડે 50 રને જીતી લીધી હતી.

ઓલરાઉન્ડર તથા મેન ઓફ ધ મેચ બનેલા શાકિબ અલ હસને વન-ડે કારકિર્દીમાં એક જ દિવસે ૩૦૦ વિકેટ તથા કુલ સાત હજાર રન પૂરા કરવાની મેળવેલી સિદ્ધિ વચ્ચે બાંગ્લાદેશે ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઇંગ્લેન્ડને 50 રનથી હરાવીને વ્હાઇટવોશ ખાળ્યો હતો. બીજી તરફ ઇંગ્લેન્ડે ત્રણ મેચની શ્રેણીને 2-1થી જીતી લીધી હતી. શાકિબે કારકિર્દીમાં ચોથી વખત એક જ મેચમાં 50 પ્લસની ઇનિંગ રમ્યા બાદ ચાર વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડે બીજી બેટિંગ કરતાં ઓપન્નર જોડીએ 54 રનની ભાગીદારી નોંધાવી હતી પરંતુ સાકીબલ હસને જેમસ વિન્સ, સેમ કુરન અને જોશ બટલરને  આઉટ કરી બાંગ્લાદેશ મેચમાં પરત ફર્યું હતું. ઇંગ્લેન્ડના મિડલઓર્ડર બેટ્સમેનઓએ લાંબી ભાગીદારી નોંધાવવામાં નિષ્ફળ નિવડિયા હતા અને તેઓએ મેચ હાથમાંથી મૂકી દીધો હતો. ત્યારે ઇંગ્લેન્ડ હવે બાંગ્લાદેશ સામે ગુરૂવારથી ત્રણ ટી20 મેચ રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.