Abtak Media Google News
  • ભારત 396માં ઓલઆઉટ: ભારતીય બોલરોના પ્રદશન પર ક્રિકેટપ્રેમીઓની મીટ: ઈંગ્લેન્ડ તરફથી એન્ડરશન, બશીર અને અહેમદે ત્રણ ત્રણ વિકેટ ઝડપી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાતી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં જયસ્વાલે બેવડી સદી પૂરી કરી હતી. જયસ્વાલે શોએબ બશીરની ઓવરમાં ફોર મારીને બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. ભારત 400+ રન કરે તે લગભગ નિશ્ચિત છે. હવે ભારતના બોલરો કેવું પ્રદશન કરે તેના પર સૌ કોઈની મીટ છે. બીજા ટેસ્ટની પ્રથમ ઇનિંગ તો ભારતના નામે રહી છે. ભારતીય ટીમ માત્ર ત્રણ સ્પિનરો અને બે ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી છે.

રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે બહાર છે. સાથે જ મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. જાડેજાની જગ્યાએ કુલદીપ, રાહુલની જગ્યાએ રજત પાટીદાર અને સિરાજની જગ્યાએ મુકેશ કુમાર રમી રહ્યો છે. મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા છે. ઓપનર યશસ્વી જયસ્વાલ 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તે સિવાયના કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નહોતા. દિવસના અંતે રવિચંદ્રન અશ્વિન 5 રને રમતમાં હતો.

કેપ્ટન રોહિત શર્મા 14 રન, શુભમન ગિલ 34 રન, શ્રેયસ ઐયર 27 રન, ડેબ્યૂ મેન રજત પાટીદાર 32 રન, અક્ષર પટેલ 27 રન, એસ ભરત 17 રન બનાવી આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીર અને રેહાન અહમદને 2-2 વિકેટ મળી હતી. જ્યારે જેમ્સ એન્ડરસન અને ટોમ હર્ટલીને 1-1 સફળતા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.