Abtak Media Google News

બાકોડીમાં ચાર મહિનાથી પીઓએસ મશીન જમા કરાવ્યા છતાં ચાર્જ કપાત

જામકલ્યાપુર તાલુકાના બાકોડીના રહેવાસી જયસુખલાલ કાન્તિલાલ ભોગાયત ગામે શિવમ એગ્રો સેન્ટર નામની દુકાન ચલાવી રહ્યા છે તેઓ દ્વારા ભૂતકાળમાં બેંક ઓફ બરોડાનું પીઓએસ મશીન લીધેલ હતું.

Advertisement

પરંતુ ઉપયોગી ના હોય જેના કારણે ગત તા. ૧-૪-૨૦૧૮ ના રોજ આ પીઓએસ મશીન ભાટીયા બેંક ઓફ બરોડા ભાટીયા શાખામાં જમા કરાવેલ છે.

પીઓએસ મશીન જમા કરાવ્યું હોવા છતાં પાન આજદીન સુધી તેનું ચાર્જ તેઓના બેંક માંથી કપાત થઇ રહ્યું હોય જેની જાણ તેઓ દ્વારા છેલ્લા ૩ મહિનાથી બેંક ઓફ બરોડાની ભાટીયા, જામનગર, અમદાવાદ, મુંબઇ વગેરે બ્રાન્ચોમાં કરવામાં આવી છતાં આ સમસ્યાનો હલ નીકળવા પામેલ નથી ને ભાટીયાથી લઇને મુંબઇની બ્રાન્ચો દ્વારા આ અમારામાં ના આવે ફલાણી બ્રાંચમાં આવે તેવા બીન જવાબદાર  જવાબો નો સામનો એક ગ્રાહક ને સંભાળવા મળી રહ્યા ને આખરે કંટાળી શિવમ એગ્રો સેન્ટરના પ્રોપરાઇટર જયસુખલાલ ભોગાયતા ક્ધઝયુમર કોર્ટમાં આ અંગે ફરીયાદ દાખલ કરવાની ફરજ પડશે તેવું જણાવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.