Abtak Media Google News

તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલ મોઢ વણિક જ્ઞાતિ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતની ટીમો વચ્ચે મોરબીની ટીમે મેદાન મારી ટ્રોફી જીતી મોરબીનું ગૌરવ વધાર્યું હતું.

મુંબઈમાં ડોમ્બીવલી મોઢ એકતા ગૃપ ના કૈતનભાઈ ગાંધી તથા મનોજભાઈ વોરા દ્વારા તાજેતરમાં ઓલ ઈન્ડીંયા મોઢ વણિક સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન તા.૧૪ એપ્રિલ તથા ૧૫ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ તેમા કુલ ૧૧ ટીમે ભાગ લીધેલ જેમા મહારાષ્ટ્રની ૬ ટીમ, રાજરથાનની ૧ ટીમ તથા ગુજરાતની ૪ ટીમે ભાગ લીધેલ જેમા મોઢ વણિક મહાજન મોરબીની MORBI MODH MAHAJAN ELEVEN (MMM Eleven) ટીમે પણ ભાગ લીધેલ અને વિજેતા થયેલ વિજેતા ટીમને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર અને દરેક ખેલાડીને મેડલ આપવામાં આવેલ. મોઢ એકતા ગૃપ ના કેતનભાઈ ગાંધી તથા મનોજભાઈ વોરા દ્દારા દરેક ટીમને રહેવા તથા જમવાની સુંદર સુવિધા પુરી પાડવામાં આવેલ જે સુવિધા કાબીલે તારીફ હતી.

વધુમાં વિજેતા ટીમ મોરબી પરત ફરી ત્યારે મોઢ વણિક મહાજન-મોરબી, મોઢ વણિક મહિલા મંડળ-મોરબી તથા મોઢ વણિક વિદ્યાર્થી મંડળ-મોરબી જેવી વિવિધ સંસ્થા દ્દારા તથા મોઢ વણિક સમાજના ઉત્સાહી જ્ઞાતીજનો દ્દારા ફુલ-હાર, ફટાકડા ફૉડી સાથે બેન્ડ વાજા દ્રારા ટીમને સન્માનીત કરવામાં આવેલ મૌઢ વણિક મહાજન-મોરબીની ટીમે ઓલ ઈન્ડીયા લેવલે મોરબીનુ નામના કરી મોઢ વણિક મહાજન-મોરબીનુ ગૌરવ વધાર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.