Abtak Media Google News

આજે સાંજે બેંક કર્મીઓ કરશે સૂત્રોચાર

 

અબતક,દર્શન જોશી,જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના બેંક કર્મીઓ 15 બેંકોના ખાનગીકરણના વિરોધમાં ગુરુ અને શુક્રવારે હડતાળ પાડશે. અને આજે હડતાળ પૂર્વે સૂત્રોચ્ચાર પણ કરશે.

જૂનાગઢ બેંક વર્કર્સ યુનિયનના દિલીપભાઈ ટીટીયા એ જણાવ્યા અનુસાર સરકાર બેંકોનું ખાનગીકરણ કરવા જઈ રહી છે જેનો કર્મીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. અને બેંકોનું ખાનગીકરણ અટકાવવા માટે અગાઉ અનેક આવેદન, હડતાળ, સૂત્રોચ્ચાર કરાયા હતા. જોકે તેમ છતાં સરકાર દ્વારા કોઈ નિવેડો ન આવતાં ફરી તા. 16 અને 17 ડિસેમ્બર ( ગુરુવાર અને શુક્રવારે) હડતાળનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જેમાં બેંકના તમામ કર્મીઓ કામથી અળગા રહી વિરોધ નોંધાવશે.

આ સાથે આજે સાંજ ના હડતાલ 5:30 વાગ્યે જનતા ચોક ખાતે બેંક કર્મીઓ સૂત્રોચ્ચાર કરશે. જ્યારે ગુરુવારે સવારે 10 વાગ્યે પણ જનતા ચોકમાં સૂત્રોચ્ચાર કરાશે અને 17 ડિસેમ્બરે પણ સૂત્રોચ્ચાર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.