Abtak Media Google News

1400 થી વધુ વધુ એકમોએ વિરોધ સાથે બંધ પાળ્યો: સાડીના કારખાનાના માલીકોએ વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

કેન્દ્ર સરકાર દ્વારા કાપડ ઉઘોગો પર હાલ વસુલવામાં આવતા પાંચ ટકાનો જીએસટી જાન્યુઆરી-2022 થી 12 ટકા કરવા  નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટીમાં તોતીંગ વધારાના વિરોધમાં આજે જેતપુરમાં કાપડ ઉઘોગે સજજડ બંધ પાળ્યો હતો. 1400 થી વધુ યુનીટો બંધ રહ્યા હતા. કારખાનામાં માલીકોએ વિશાળ રેલી કાઢી મામલતદારને રોષ પૂર્ણ આવેદન પત્ર પાઠવ્યું હતું.જીએસટીમાં તોતીંગ વધારો કરવાના કારણે જેતપુરમાં સાડી ઉઘોગને મરણતોલ ફટકો પડશે એક સાડી આશરે પ0 રૂપિયા  જેટલી મોંધી થઇ જશે.

Advertisement

રો-મટીરીયલ્સ, કોલસો અને પેકેજીંગ મટીરીયલ્સમાં ર0 ટકાનો ભાવ વધારો આવ્યો છે જેના કારણે સાડીના પ્રતિનંગના ભાવમાં 35 રૂપિયાનો વધારો થયો છે હવે જીએસટી પાંચ ટકા વધારીને 12 ટકા કરવામાં આવતા સાડી પર વધારોનો 15 રૂપિયાનો વધારાનો બોજ આવશે આમ એક નંગ સાડીના ભાવની પડતર કિંમતમાં સિઘ્ધો વધારો થશે.જીએસટીના વધારાના વિરોધમાં આજે જેતપુર ડ્રાઇગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન દ્વારા જેતપુર અને નવાગઢના તમામ ટેકસ્ટાઇલ પ્રિન્ટીંગ અને પ્રોસેસીંગ એકમો બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી હતી આજે જેતપુરમાં સાડી ઉઘોગ સાથે સંકળાયેલા 1400 જેટલા એકમો બંધ રહ્યો હતા.

સવારે એસોસીએશનની ઓફીસ ખાતે મોટી સંખ્યામાં સાડીના કારખાનાના માલીકો અને કર્મચારી ત્રણ એકત્રીત થયા હતા જયાંથી તેઓએ શાંતિપૂર્ણ માહોલમાં મામલતદાર કચેરી સુધી એક પગપાળા રેલી કાઢી હતી. અને કાપડ ઉઘોગ પર હાલ વસુલવામાં આવતો પાંચ ટકાનો જીએસટી દર 12 ટકા કરવાનો નિર્ણય મોકુફ રાખવાની માંગણી સાથે રોષપૂર્ણ આવેદન પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.