Abtak Media Google News

એસબીઆઈ બાદ એચડીએફસીએ મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી સૌથી મોટી આવક મેળવી

૨૧ પબ્લીક સેકટર બેંકો સહિત ત્રણ ખાનગી બેંકોએ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ગ્રાહકો પાસેથી મીનીમમ બેલેન્સન નામે રૂ.૫ હજાર કરોડ ઉસેડી લીધા છે. ભારતીય બેંકીંગ સેકટરમાં લીડીંગ નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાને આ વર્ષે રૂ ૬,૫૪૭ કરોડનું નુકશાન થયું છે. સરકારી બેંક એસબીઆઈએ ૨૦૧૭માં ડિપોઝીટ પર પેનલ્ટી વસુલવાની શરૂઆત કરી હતી જેમાં અડધો અડધ રકમ ૨૪ બેંકોએ મળીને રૂ. ૪,૯૮૮.૫૫ કરોડની ભેગી કરી હતી.

Advertisement

મીનીમમ બેલેન્સ ન રાખવા પર એસબીઆઈ સૌથી વધુ ચાર્જ વસુલે છે.એસબીઆઈ બાદ એચડીએફસી મીનીમમ બેલેન્સ ન રાખનારા પાસેથી વધુ નાણાં વસુલે છે. ૨૦૧૭-૧૮માં એચડીએફસીને મીનીમમ બેલેન્સ ન સાંચવનારા પાસેથી રૂ. ૫૯૦.૮૪ કરોડ ખીસ્સામાં પડયા હતા ત્યારે એકસીસ બેંકને ૫૩૦ કરોડની આવક થઈ હતી અને આઈસીઆઈસીઆઈને ૩૧૭ કરોડ મેળવ્યા હતા. સૌ પ્રથમ ૨૦૧૨માં એસબીઆઈએ પેનલ્ટીની શરૂઆત કરી હતી ત્યારબાદ ૨૦૧૭માં નિષ્ફળતાને કારણે પેનલ્ટી ચાર્જ ઘટાડી દેવામાં આવ્યો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના નિયમ મુજબ બેંકો તેની લેવી સર્વીસ અને મેઈનટેનન્સ માટે ચાર્જ વસુલી શકે છે. જોકે જન ધન યોજના અને બેસીક સેવીંગ બેંક ડીપોઝીટ યોજના હેઠળ બેંકમાં ખાતુ ખોલાવનારા માટે મીનીમમ બેલેન્સની કોઈ આવશ્યકતા રાખવામાં આવી નથી. મીનીમમ બેલેન્સ ન રાખી શકયા હોય તેની પેનલ્ટી ઉઘરાવી બેંકો કરોડોની કમાણી કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.