Abtak Media Google News

ઓક્ટોબર મહિનો કાલથી શરૂ થવા જઈ રહ્યો છે. જો તમે બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ કરવા માંગો છો તો આ કામ જલ્દી જ પુરૂ કરી લેજો. કારણ કે ઓક્ટોબર મહિનામાં બેંકમાં બમ્પર હોલિડે છે. ઓક્ટોબર મહિનામાં બેંક કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓની સીધી અસર તમારા બેંકિંગ સાથે જોડાયેલા કામ પર પડશે.

ઓક્ટોબર મહિનામાં કુલ 5 રવિવાર જેથી પાંચ રવિવારે પણ બેંકમાં રજા

આરબીઆઇની  ગાઈડલાઈન અનુસાર સાર્વજનિક રજાઓ પર દેશની દરેક બેંકોમાં રજાઓ રહેશે. ત્યાં જ રાજ્યના આધાર પર અમુક ક્ષેત્રીય રજાઓ પણ આપવામાં આવશે.તમારે ઓક્ટોબર 2023માં બેંકની રજાઓ દરમિયાન બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવું હોય તો તમે ઓનલાઈન સેવાઓની સુવિધાનો લાભ લઈ શકો છો. તમામ બેંકોની ઓનલાઈન સેવાઓ 24 કલાક કાર્યરત રહે છે. પૈસાની લેવડદેવડ પણ સરળતાથી થઈ શકશે.

આટલા દિવસ બંધ રહેશે બેંકો

  • 2 ઓક્ટોબર 2023- સોમવાર મહાત્મા ગાંધી જયંતી
  • 14 ઓક્ટોબર 2023- શનિવાર, મહાલયા
  • 18 ઓક્ટોબર 2023- બુધવાર, કટિ બિહુ
  • 21 ઓક્ટોબર 2023- શનિવાર, દુર્ગા પૂજા (મહા સપ્તમી)
  • 23 ઓક્ટોબર 2023- સોમવાર, દશેરા/ આયુધ પૂજા/ દુર્ગા પૂજા/ વિજય દશમી
  • 24 ઓક્ટોબર 2023- મંગળવાર, દશેરા/ દુર્ગા પૂજા
  • 25 ઓક્ટોબર 2023- બુધવાર, દુર્ગા પૂજા (દસઈ)
  • 26 ઓક્ટોબર 2023- ગુરૂવાર, દુર્ગા પૂજા (દસઈ)/ પરિગ્રહણ દિવસ
  • 27 ઓક્ટોબર 2023- શુક્રવાર, દુર્ગા પૂજા (દસઈ)
  • 28 ઓક્ટોબર 2023- શનિવાર, લક્ષ્મી પૂજા
  • 31 ઓક્ટોબર 2023- મંગળવાર, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ

આ વખત ઓક્ટોબર મહિનામાં કુલ 5 રવિવાર આવી રહ્યા છે. આ પાંચ રવિવારે પણ બેંકમાં રજાઓ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.