Abtak Media Google News

નિફટીમાં પણ 150 થી વધુ પોઇન્ટનો કડાકો, બેન્ક નિફટી – નિફટી મીડ કેપમાં તોતીંગ ગાબડા

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા યુઘ્ધ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ અને રશિયાના રાષ્ટ્રપતિના ધમકી ભર્યા નિવેદનના કારણે ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ ઘવાય ગયો છે. આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો હતો.

Advertisement

આજે મુંબઇ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેકસો રેડ ઝોનમાં ખુલ્યા હતા. વૈશ્ર્વિક બજારોમાં મંદીના કારણે ભારતીય શેર બજારમાં પણ મંદી વિકરાળ બની હતી. અદાણી ગ્રુપની તમામ શેરોના ભાવમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા. રોકાણકારોમાં પણ વિશ્ર્વાસનો સ્પષ્ટ અભાવ જોવા મળતો હતો. જેના કારણે બજારમાં વેચવાલીનું દબાણ વઘ્યું હતું. આજે સેન્સેકસે ઉઘડતી બજારે 60123.29નું નીચલું લેવલ હાંસલ કર્યુ હતું. જયારે ઉપલુ લેવલ 60462.90 નું બનાવ્યું હતું.

નિફટી પણ આજે 17660.50 ની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી જયારે 17772.50 નું ઉપલું લેવલ હાંસલ કર્યુ હતુ. આજે મંદી હોવા છતાં વોલ્ટાસ, યુરોબિન્ટો  ફાર્મા, ઇન્દુસ ટાવર, બજાજ ઓટો, જેવી કંપનીના શેરોમાં ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે અદાણ એન્ટરપ્રાઇઝ, ટોરેન્ટ પાવર, આદિત્ય બિરલા, અદાણી પોર્ટસ, અદાણી એન્ટરપ્રાઇઝ, રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ, પીએનબી, ટાટા સ્ટીલ અને આઇડીએફટી ફર્સ્ટ બેન્કના શેરોમાં ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

બુલીયન બજારમાં આજે મંદી રહેવા પામી હતી. સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 803 પોઇન્ટના કડાકા સાથે 60156 પોઇન્ટ ઉપર અને નિફટી 156 પોઇન્ટના ઘટાડા સાથે 17670 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે રૂપિયો બે પૈસાના ઘડાડા સાથે 82.80 રૂપિયા પર હેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.