Abtak Media Google News

શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે જણાવ્યું છે કે હાલ કોવીડ-19ની ગંભીર પરિસ્થિતિઓમાં સમગ્ર વિશ્વ મહામારી સામે જ્જુમી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ અને રાજકોટ મનપા નું તંત્ર કોરોના સામે વામણું ઉતર્યું છે ત્યારે કોરોનાના કેસો કુદકે ને ભ્રુસકે વધી રહ્યા છે અને મનપાના તંત્રને ફક્ત ને ફક્ત વેક્સીનમાં રસ દાખવ્યો છે અને કોરોનાના વધતા કેસો સામે મનપાના તંત્રએ કોઈ જ નક્કર પગલા ભર્યા નથી મનપાના શાસકો અને કમિશ્નર દ્વારા પ્રેસમાં નિવેદનો આપવા સિવાય કશું જ કર્યું નથી એ સાબિત થાય છે.

વિશેષ જણાવ્યું  કે મારો તા.26/03/2021ના રોજ પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે અને આ રીપોર્ટ આવ્યા બાદ રાજકોટ અને ગુજરાતના મીડીયાએ નોંધ લીધી હતી ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરેલ નથી હું તા.26/03/2021 ના રોજ કોરોના પોઝીટીવ આવ્યા બાદ છેક તા.07/04/2021ના રોજ રાજકોટ મનપાના નંદનવન આરોગ્ય કેન્દ્રમાંથી ઉપરથી છેક 13માં દિવસે મને ફોન કરવામાં આવે છે કે તમે કેટલામી તારીખે પોઝીટીવ આવ્યા ? ક્યારે કોરોના નો રીપોર્ટ કરાવ્યો ? કઈ લેબોરેટરીમાં રીપોર્ટ કરાવ્યો ? આવા સવાલો મનપાના તંત્રએ છેક તેરમાં દિવસે કરાયા આ ઉપરથી એ સ્પષ્ટ શાબિત થાય છે કે મનપાના તંત્રને અને લેબોરેટરીને સંકલન નથી.

ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટેના રૂ.700/- સરકર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે અને જો કોઈ દર્દીમાટે ઘરે જઈ સેમ્પલ લેવામાં આવે તો રૂ.900/- લેવાના આ સરકાર દ્વારા ભાવ નિયત કરેલ છે ત્યારે તેની સામે આજે ખનગી લેબોરેટરી વાળા ટેસ્ટના રૂ.1100/- વસુલવામાં આવે છે જેથી  સામાન્ય જનતાએ તંત્રની આ તમામ બેદરકારીનો સામનો કરવો પડી રહ્યો છે અને પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ ઉપરથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે હવે પ્રજા રામ ભરોસે છે તેવું  રાજપૂતે અંતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.