બાર એસો. દ્વારા યોગ દિવસની ભવ્ય ઉજવણી

આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ બાર એસો. દ્વારા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ યુ.ટી. દેસાઈ સહિતના ન્યાયમૂર્તિઓ, બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ટ્રેઝ22 જીતેન્દ્ર પારેખ, લાયબ્રે2ી સેક્રેટરી સુમીત વોરા, કારોબા2ી સભ્યો અજય પીપળીયા, મનીષ પંડયા, મોનીશ જોષી, નૃપેન ભાવસાર, વિવેક સાતા, કેતન મંડ, કિશન રાજાણી, હિરેન ડોબરીયા, નૈમીષ પટેલ, મહિલા કારોબારી સભ્ય ચેતનાબેન કાછડીયા સહિતના વકીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એડવોકેટ અને યોગ ઇન્સ્ટ્રકટર અલ્પાબેન વિકાસભાઈ શેઠ અને તેમની ટીમના સભ્યો દ્વારા તમામને યોગ અભ્યાસ કરાવાયો હતો.