Abtak Media Google News

જીએસટી લેબર કન્ઝ્યુમર અને રેવન્યુ બારના વકીલોનો ટેકો

બાર એસો.ની પ્રતિષ્ઠા ભર્યા ચુંટણી જંગમાં સીનીયર પેનલને જુનીયર પેનલ ભારી પડતા હોય તેવુ વાતાવરણ સર્જાયેલું છે. એકિટવ પેનલના પ્રમુખ બકુલ રાજાણી, ઉપ પ્રમુખ કિશન વાલ્વા, જોઈન્ટ સેક્રેટરી વિરેન વ્યાસ, ટ્રેઝરર સુમીત વોરા, લાઈબ્રેરી સેક્રેટરી અજય પીપળીયા, મહિલા કારોબારીમાં નીશા લુણાગરીયાએ ,યુવા કારોબારી સીનીયર પેનલ ઉપર ભારી પડતી હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે.

Advertisement

કારોબારી મેમ્બર નૃપુર ભાવસાર, વિમલ ડાંગર, વિશાલ જોષી, કાપડીયા રમેશ, અભય ખખ્ખર, કલ્પેશ નસીત, ધર્મેશ 5રમાર, પીયુશ સખીયા અને સાતા વિવેક વકિલોના લોકપ્રિય યુવાધન હોય. વિવિધ કલેઈમના સીવીલ, ક્રીમીનલ સહિતની વકિલાત કરતા હોય વિવિધ પ્રેકટીશ કરતા વકીલોએ સમર્થન આપી કાલે તા.16નાં રોજ એકિટવ પેનલની મતપેટી છલકાવી દેવાનું વચન આપેલું છે. બકુલ કાકાની પેનલ” ને જી.એસ.ટી. એસો., લેબર એસો., ક્ધઝ્યુમર એડવોકેટ સહિતનાએ જીતાડવા કમર કસેલ છે.

એકિટવ પેનલ દ્વારા આજે સાંજે 7:30 કલાકે ઓપન એર થીયેટર બાલભવન ખાતે મહાસંમેલન રાખેલું છે . આ મહાસંમેલનને સફળ બનાવવા વકીલોના તમામ ગ્રુપ, એસોસીયેશનો એકિટવ થઈ ગયા છે. મહિલા ધારાશાસ્ત્રીઓની મહેશ્વરીબેન ચૌહાણની આગેવાનીમાં 100 પણ વધુ મહિલા ધારાશાસ્ત્રીઓની બેઠકમાં એકિટવ પેનલને જીતાડવા માટે જીતાડવા માટે અપીલ કરી છે. સીનીયરોની પ્રવુતીથી તમામ વકીલો નારાજ થયા છે. કાલે એકિટવ પેનલના સમર્થનમાં મત આપી પેટી છલકાવી દેવા માટે તલપાપડ થઈ રહેલા છે.

રેવન્યુ બારનો એક્ટિવ પેનલને સમર્થન

બાર એસોસિએશનની  ચૂંટણીમા એક્ટિવ પેનલમાંથી બકુલભાઈ રાજાણી પ્રમુખ પદની દાવેદારી હેઠળ પેનલ લડવા જઇ રહી છે.  રેવન્યુ બાર એસોસિએશન દ્વારા પણ ઍક્ટિવ પેનલની વકીલો પ્રત્યેની કામગીરી જોઇને આ પેનલને સંપૂર્ણ સમર્થન આપવા માટે  મિટિંગનું આયોજન કરવામાં આવેલુ જેમાં  રેવન્યુ બાર એસોસિએશનના આશરે 450 વકીલો હાજર રહેલા હતા.  રેવન્યુ બારના  પ્રમુખ આર.ટી.કથીરિયાએ જણાવેલું કે રેવન્યુના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રેવન્યુ બારના હોદ્દેદારો હર હંમેશ લડતા આવ્યા છીએ  જેથી આવા લડાયક રીતે

કામ કરતાં ઉમેદવારોને  બાર ના હિત માટે જીતાડવા માટે આહવાન કરેલું છે. રેવેન્યૂ બાર એસોસિએશન વતી વિરેન  વ્યાસ એક્ટિવ પેનલના જોઇન્ટ સેક્રેટરી પદે ઉમેદવારી કરવાનો મોકો મળેલો છે ત્યારે રેવેન્યુ બાર એસોસિએશનના તમામ સભ્યોને પેનલના ઉમેદવારોને પેનલ ટુ પેનલ મતદાન કરવા જણાવેલ હતું આ મિટિંગમાં  રેવેન્યુ બારના તમામ સિનિયર અને જુનિયર એડવોકેટ હાજર રહી એક્ટિવ પનેલને તોતિંગ સમર્થન આપેલું છે.

એક્ટિવ પેનલને અનુ.જાતિના વકીલોનો ટેકો

બાર એસોસીએશનની  પ્રતિષ્ઠા ભરી ચૂંટણીનાં  એકટીવ પેનલ જે ખરા અર્થમાં એકટીવ પેનલ યથાર્થ ઠરતી હોય તે રીતે હાલમા એકટીવ પેનલ ઉભરી આવેલી છે. એક્ટીવ પેનલના મુખ્ય પ્રતિનિધિ અને પ્રમુખ પદના ઉમેદવાર  બકુલભાઈ રાજણી અને તેમની ટીમ ખુબજ જોરશોર પ્રચાર પ્રસાર  કરી છે.   ખૂબજ ઉમદા કાર્યવાહી કરેલી તેમજ ભવિષ્યમાં  વકીલ નો જે કોઈપણ મુશ્કેલી હોય તેને દુર કરવાનો પરંપરો પ્રયાસ કરશે.  પરંતુ વકીલ આલમાં પણ ખુબજ ઉત્સાહ જણાય રહી છે.

આ એકટીવ પેનલનો અર્થ જોઈએ તો આ એકટીવ પેનલને અનુંસચિત જાતીના વકીલોઓના   કે, કે, રાઠોડ , દિલસુખભાઈ રાઠોડ , દિપક બઘવાર , જયસુખ બારોટ, કે.બી. રાઠોડ, નાનજીભાઈ ખીમસુરીયા, કીર્તીભાઈ મેરીયા, મહેશ પંધેરા, હસમુખ મકવાણા,કિશોર સોલંકી, મીલન પરમાર, દિનેશ રાઠોડ, રાજીવ ખેડવા, જયેશ ચોહાણ, રાજેન્દ્ર ચાહાણ, શાંતિલાલ , મનન ડોડીયા, વિપુલ સોંદરવા, સંદીપ વિંઝુડા, રવિરાજ પરમાર, શ્રીકાંત મકવાણા, હસુભાઈ પરમાર વિગેરએ  એકટીવ પેનલના અન્ય હોદેદારો તથા કારોબારી સભ્યોને  સંપૂર્ણ સમર્થન આપેલું છે.

ક્ષત્રીય રાજપુત સમાજના એડવોકેટનો એક્ટિવ પેનલને વિજય બનાવવા અપીલ

શ્રી ગીરાસદાર ક્ષત્રિય રાજપૂત એડવોકેટ ફેડરેશનના ઉપક્રમે ક્ષત્રિય એડવોકેટનો સમારંભ યોજાયો

Screenshot 6 7 1

સદરહું મીટીંગમાં  બાર એસોસીએશનની વર્ષ ર0રર -ર0ર3 ની ચુંટણીમાં એકટીવ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતી થી વિજેતા બનાવવા  ટેકો જાહેર કરવામાં આવેલો છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એડવોકેટ પ્રકાશસિંહ ગોહીલ,રાજભા ગોહીલ દીગુભા ઝાલા, ભરતસિંહ ગોહીલ, મેધરાજસિંહ ચુડાસમા, કિર્તિસિંહ ઝાલા, હિરેન્દ્રસિંહ ચૈાહાણ,અજયસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ ગોહીલ,અન્નપૂર્ણાબા ગોહીલ, મિનાક્ષીબા જાડેજા, હરદીપસિંહ રાણા,  વિગેરે ક્ષત્રિય સમાજના એડવોકેટો  મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

એકિટવ પેનલને  શહેર ભાજપ લીગલ સેલનો ટેકોScreenshot 8 6 1

આગામી  બાર એસોસીયેશનની ચુંટણીમાં સિનીયરો ટ/જ જુનીયરો વચ્ચે જંગ  રોમાંચક થયો છે.   ભાજપના કાર્યકર્તાઓ યુકત બકુલભાઈ રાજાણીની એકિટવ પેનલને  શહેર ભાજપ લીગલ સેલે ખુલ્લો ટેકો જાહેર કરતા એકિટવ પેનલ તરફે એક તરફી વાતાવરણ બંધાય ગયું હોય તેવા એંધાણો દેખાય રહયા છે. શહેર ભાજપ લીગલ સેલના સંયોજક અંશ ભારદ્વાજ અને સહ સંયોજક સી.એચ.પટેલે એકિટવ પેનલને ટેકો આપતા જણાવ્યું હતું કે સામેવાળી પેનલમાં કોગ્રેસના  હોય, ભાજપ કાર્યકર તરીકે અમારી નૈતીક ફરજ બને છે કે  બકુલભાઈ રાજાણીની એકિટવ

પેનલને સમર્થન જાહેર કરીએ છીએ   જયારે ગુજરાતએ ભાજપને જંગી બહુમતીથી જીતાડી અને પોતાનો નિર્ણય સ્પષ્ટ દર્શાવ્યો છે ત્યારે  બાર એસો.માં ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા અસંખ્ય વકિલો ભાજપના કાર્યકર્તાઓવાળી એકિટવ પેનલને જીતાડવા ઉત્સુક અને આતુર છે. બાર એસો.ની આગામી ચુંટણીમાં એકિટવ પેનલ જીત તરફ અગ્રેસર હોય ત્યારે શહેર ભાજપ લીગલ સેલએ બકુલભાઈ રાજાણી અને તેમની  ટીમને  શુભેચ્છાઓ પાઠવી છે.

Screenshot 7 7 1 બારની ચૂંટણીમાં અંદરની વાત: એક્ટિવ પેનલને ભાજપ લીગલ સેલનું સમર્થન નથી

ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ તેમજ સમરસ પેનલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં બાર એશોષીએશનની ચૂંટણીમાં આ વર્ષે ભાગ ન લેવાનો સંયુક્ત નિર્ણય પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા લેવામાં આવેલો છે જેની જાણ અગાઉ પ્રેસ નોટ તથા સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવેલ છે તેમ છતાં અમુક લોકો ભાજપ ને બદનામ કરવા તથા અંગત સ્વાર્થ માટે પાર્ટીના નામનો દુરુપયોગ કરી રહ્યા છે જેથી ભાજપ લીગલ સેલ ના નામે કોઈએ ભરમાવવું નહિ. તેવી સ્પષ્ટતા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ સહ સંયોજક અનિલભાઇ દેસાઇની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.