Abtak Media Google News

Table of Contents

  • લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની ર6 બેઠકો પૈકી રાજકોટ બેઠકમાં ભાજપનો ઉમેદવાર સૌથી વધુ લીડ સાથે વિજેતા બને તે એકમાત્ર લક્ષ્યાંક: મુકેશ દોશી

  • રાજકોટ શહેર ભાજપના નવાનિયુકત પ્રમુખ મુકેશભાઇ દોશી ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે: નવી જવાબદારીને ખંતથી નિભાવવાની ઘોષણા

  • ભાજપ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ ઘેર-ઘેર સુધી પહોંચાડવા માત્ર એક મહિનો નહીં લોકસભાની ચૂંટણી સુધી જન સંપર્ક અભિયાન ચલાવાશે

  • સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર ડો. પ્રદિપ ડવ, અને પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના આગેવાનો બન્યા ‘અબતક’ ના મહેમાન

Mukesh Doshi 3

રાજકોટ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ મુકેશભાઇ દોશીએ આજે ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જનસંઘથી ભાજપના અડિખમ ગઢ ગણાતા રાજકોટ શહેરમાં કમલને વધુ મજબુત બનાવવા માટે આગામી દિવસોમાં તેઓ રોજ વોર્ડ વાઇઝ ચાર કલાક પ્રવાસ કરશે.જુના કાર્યકર્તાઓના ઘેર ભોજન કરશે. લોકસભાની આગામી ચુંટણીમાં ગુજરાતની તમામ ર6 બેઠકો પૈકી રાજકોટમાંથી ભાજપના ઉમેદવાર સૌથી વધુ લીડ સાથે રહેશ તવો સંકલ્પ તેઓએ વ્યકત કર્યો હતો.

Mukesh Doshi 2 તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખપદે સાત વર્ષથી વધુ સમય રહેવાનો વિક્રમ બનાવનાર કમલેશભાઇ મીરાણીએ રાજકોટમાં ભાજપનું સંગઠન  માળખુ ખુબ જ મજબુત બનાવ્યું છે. તેને વધુ સક્ષમ બનાવવાની મારા પર વિશેષ જવાબદારી રહેલી છે. જુના જોગીઓ અને નવા કાર્યકર્તાઓને સાથે રાખી ચાલીશ પક્ષ દ્વારા જે ઉતરદાયીત્ય આપ્યું છે. તેના પર ખરો ઉતરવાનો પ્રયાસ કરી ભાજપનો કાર્યકર સતત ટીમ સ્પીરીટથી કામ કરે છે. દરેક કાર્યકર્તા ભારત માતાને પરમ વૈભવના શીખર પર લઇ જવાની ઉચ્ચ ભાવના સાથે કામ કરે છે.

છેવાડાના માનવીને તમામ સરકારી યોજનાનો લાભ મળે તેવા પ્રયાસો સતત કરતો રહે ે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિશ્ર્વના લીડર તરીકે ઉભરી આવ્યા છે. લોકસભાની ચુંટણીમાં ભાજપ સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતિ સાથે જીતશે લોકસભાની 543 માંથી 330 થી વધુ બેઠકો પર વિજેતા બનશે અને રાજયની 26 બેઠકો પૈકી રાજકોટમાં ભાજપના ઉમેદવાર સૌથી વધુ લીડ સાથે વિજેતા  બને તેવા પ્રયાસ કરાશે.

પ્રમુખ પદે આપની પસંદગી પાછળનું મુખ્ય કારણ કર્યુ?

મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સંક્રિય છું. ભાજપના એક અદના કાર્યકર તરીકે કામ કર્યુ છે. આરએસએસ દ્વારા મારામાં સંસ્કારોનું સિંચન થયું છે. પાર્ટીએ નાની-મોટી જે કંઇ જવાબદારી સોંપી તે મે ખંતથી નિભાવી છે જેના કારણે મને મોટી જવાબદારી મળી છે કમલેશ મિરાણીએ સાત વર્ષમાં સંગઠનને મજબુત બનાવ્યું છે તેને વધુ શકિતશાળી બનાવવા હવે હું આગામી દિવસોમાં વોર્ડવાઇઝ રોજ ચાર કલાક પ્રવાસ કરીશ અને  જુના કાર્યકર્તાના ઘેર ભોજન લઇશ અરવિંદભાઇ મણીયાર અને ચિમનકાકાના તમામ કલ્પનાને સાકાર કરવાના પ્રયાસ કરશે.

વિધાનસભાની ચૂંટણીમાં તમારૂ મેનેજમેન્ટ પક્ષને દેખાયું

આ સવાલના જવાબમાં મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, ચુંટણીમાં ટિકીટ માંગવાનો અધિકાર દરેક સમાજ અને વ્યકિતને હોય છે. જયારે ઉમેદવાર જાહેર થઇ જાય તે કોઇ જ્ઞાતિ કે સમાજનો નહી પરંતુ ભાજપનો હોય છે તેવી ભાવના સાથે કાર્યકરો કામ કરે છે અને રાષ્ટ્ર હિતમાં તેને જીતડવા માટે કામે લાગી જાય છે. મે વિધાનસભાની ચુંટણીમાં પક્ષે મને જે જવાબદારી સોંપી હતી તે ખંત પૂર્વક નિભાવી હતી.

Mukesh Doshi 1

2024 માં રાજકોટમાં ભાજપના ઉમેદવારની લીડ વધારવા શું કરશો ?

લોકસભાની ચુંટણીની ભાજપ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આગામી 1 જુનથી સતત એક મહિનો જન સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે રાજકોટમાં માત્ર એક મહિનો નહી લોકસભાની ચુંટણી સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. છેવાડાના લોકો સુધી સંપર્ક કરવામાં આવશે અને જન હિત કલ્યાણકારી યોજના પહોચાડવામાં આવશે 2024 સુધી સતત પ્રજા વચ્ચે જ રહેશે.

રાજકોટ પર સૌરાષ્ટ્રભરની નજર આપનો રોલ શું રહેશે?

ભાજપનો કાર્યકર્તા હંમેશા લોકોની અપેક્ષા પરિપૂર્ણ કરવા માટે જ કામ કરતો હોય છે. જનસંઘની સ્થાપનાથી રાજકોટ ભાજપનો અડિખમ ગઢ રહ્યો છે. હાલ ભાજપ વન સાઇડ ચાલી રહ્યો છે. અમે સ્પષ્ટ પણે  માનીએ છીએ કે વિપક્ષ જેવું કશું જ નથી છતાં અમે ભાજપને વધુ ગૌરવ વંતો બનાવવા માટે સતત પ્રયત્ન શીલ રહેશું. રાજકોટમાં સંગઠન દ્વારા કરવામાં આવતી કામગીરી માત્ર સૌરાષ્ટ્ર નહી ગુજરાતમાં કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયી બને તેવું કામ કરીશ

ભાજપ કાયમ કેમ પરિવર્તન કરે છે?

ભાજપ દ્વારા લોકોના હિત માટે સતત પ્રયત્ન કરવામા: આવે છે. જેનો લોકો દ્વારા પણ સ્વીકાર કરવામાં આવે છે. સ્થાનીક સ્વરાજયની ચુંટણી હોય કે વિધાનસભાની ચુંટણી ભાજપના શિર્ષ નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણયને કાર્યકર્તાએ કયારેય ઉણો ઉતરવા દીધો નથી. કાર્યકર્તા પણ પરિવર્તનને સહજતાથી સ્વીકારી લે છે. માટે પક્ષ જન હિત માટે પરિવર્તન કરવામાં કયારેય સંકોચ લેતું નથી.

ભાજપની નીતિને ઘેર ઘેર સુધી કેમ પહોચાડાશો ?

સંગઠનના હોદેદારો અને ચુંટાયેલા જન પ્રતિનિધિઓ ઉપરાંત સરકાર પણ સતત જાગૃત છે. સોશિયલ મીડીયા, હાઇટેક ટેકનોલોજીથી ભાજપ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ ઘેર ઘેર સુધી પહોચાડી રહ્યું છે. હવે જન સંપર્ક અભિયાન હાથ ધરાશે. ભાજપ માત્ર ચુંટણી સમયે કામ કરનારી પાર્ટી નહીં પર:ત ર4 કલાક 365 દિવસ કામ કરતી પાર્ટી છે.

નવનિયુકત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીની ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત દરમિયાન સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર ડે. પ્રદિપ ડવ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, રાજુભાઇ ધ્રુવ અને મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર અને જીતુભાઇ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.