Abtak Media Google News

નાની બાળકીઓની સૌથી વહાલી ઢીંગલી બાર્બી હવે નવાં રૂપમાં જોવા મળશે. વિશ્વની પ્રેરણાદાયી મહિલાઓની પ્રતિકૃતિ બાર્બી સ્વરૂપે તૈયાર કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે બાર્બીને હવે હિજાબ પહેરેલી દેખાડવામાં આવી છે. બાર્બીને કંપની દ્વારા અનેક રૂપરંગમાં બાળકો સમક્ષ રજૂ કરવામાં આવી છે, ત્યારે આ હિજાબવાળી બાર્બી ડૉલ વર્ષ 2016માં યોજાયેલી રિયો ઓલિમ્પિક્સમાં હિજાબ પહેરીને ફેન્સીંગની રમત રમનારાં પ્રથમ અમેરિકન મહિલા ખેલાડી ઇબ્તિહાજ મુહમ્મદની પ્રતિકૃતિ સમાન છે. ઇબ્તિહાજે એ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.