Abtak Media Google News

 

પોતાના પાછલા બે પગે ઉભા રહીને તે માણસની જેમ ચાલી શકે છે: રીંછ પાણીમાં આઠ ફૂટ લાંબી છલાંગ લગાવી શકે છે: તે થાક્યા વગર સતત 160 કિલોમીટર તરી શકે છે: ધ્રુવિય રીંછ સિવાય બધા રીંછ માંસાહારી સાથે ઝાડના પાંદડા ખાય છે

 

જંગલમાં રહેતા વિવિધ પ્રાણીઓમાં રીંછ અનેરૂ પ્રાણી છે. વિશ્ર્વમાં હાલ તેની આઠ પ્રજાતિઓ અસ્તિત્વમાં હોવા છતાં પૃથ્વી ઉપર તેની વ્યાપક સંખ્યા જોવા મળે છે. સમગ્ર ઉત્તર ગોળાર્ધ અને આંશિક રીતે દક્ષિણ ગોળાર્ધમાં તેના વિવિધ પ્રકારનાં રહેઠાણો જોવા મળે છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને એશિયાખંડોમાં તે વધુ જોવા મળે છે. તે એક બુધ્ધિશાળી પ્રાણી છે. માણસની સામાન્ય સ્પીડ કરતાં તે ડબલ સ્પીડે થાક્યા વગર દોડી શકે છે. પોતાના પાછલા પગે ઉભા રહીને માણસની જેમ ચાલી શકે છે. આધુનિક યુગના રીંછના સામાન્ય લક્ષણોમાં શેગીવાળ, નાના ગોળાકાર, ટૂંકી પૂંછડી અને કદાવર શરીરમાં નાની પૂંછડીથી તેનો દેખાવ ભરાવદાર લાગે છે.

ધ્રુવિય વિસ્તારના રીંછ માંસાહારી હોય છે તો બાકીના મિશ્રાહારી હોય છે. વિશાળ પાંડા તો વાંસના ઝાડ ઉપર જ વસવાટ કરીને તેના પાંદડાનો ખોરાક લે છે. એક પ્રજાતિ સિવાય બાકી છ પ્રજાતિઓ સર્વભક્ષી છે. એકલવાયુ પ્રાણી છે. દિવસે અને રાત્રે તે ખોરાક માટે શિકાર કરે છે તેની ગંધની શક્તિ પાવરફૂલ હોવાથી તે આરોહક અને તરવૈયા છે. તે ગુફાઓમાં આશરો વધુ લે છે. શિયાળામાં તે સુષુપ્ત અવસ્થામાં વધુ જોવા મળે છે.

રીંછને તાલિમ આપો તે ઘણુ બધુ શીખી શકે છે. તે ખૂબ જ બુધ્ધિશાળી પ્રાણી હોવાથી તેનો નૃત્ય, મનોરંજનમાં સારો ઉપયોગ કરી શકાય છે. બાળવાર્તામાં, પૌરાણિક કથા સાથે માનવ સમાજની વિવિધ સંસ્કૃતિ પાસાઓમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેનો શિકાર પ્રતિનિંધીત હોવાથી તેઓ આજે બચી શક્યા છે. જો કે અમુક  દેશોમાં તેની પ્રજાતિ નાશ પામવા લાગી છે. રીંછને અંગ્રેજીમાં બિયર કહેવાય છે. જે અંગ્રેજી શબ્દ બેરા ઉપરથી આવ્યો છે. ભૂરો, કાળો અને સફેદ કલરનાં નાની-મોટી પ્રજાતિના રીંછ આજે જોવા મળી રહ્યા છે. રીંછનું કદ એક મોટા કૂતરા જેવું જોવા મળે છે. લાખો વર્ષો પહેલાના વિકરાળ રીંછ બાદ તેની પ્રજાતિઓ જીનસ ફેરફાર થવાથી ઘણી પ્રજાતિઓ ફેલાયેલી છે.

પવર્તમાન સંજોગોમાં સૌથી મોટા રીંછ ધ્રુવિય વિસ્તારનાં માનાય છે. નરનું વજન 350 થી 700 કિલો અને 9 થી 10 ફૂટની લંબાઇ ધરાવે છે. સૌથી નાની પ્રજાતિ સૂર્યરીંછ છે જેનું વજન 50 થી 150 કિલો હોય છે. નાના મોઢા વાળા સૌથી મોટી પ્રજાતિના રીંછ દક્ષિણ અમેરીકામાં હતા, જેનું વજન 1600 કિલો અને લંબાઇ 11 ફૂટ હોવાનું જોવા મળેલ હતું. આગળના પગ, મોઢું મજબૂત હોવાથી શિકારને પકડવા, ગુંદર ખોદવા માટે, ખાડો ખોદવા વગેરેમાં તેને કામ આવે છે. સિંહ ઓચિંતો હુમલો કરવામાં માહિર હોય છે. આગળના પંજા પાછલા પગ કરતાં મોટા હોવાથી ઝાડ પર ચઢવા મુશ્કેલી પડે છે.

કાળા રીંછની વસ્તી ગીચ હોય છે, તેના પંજા સૌથી ટૂંકા જોવા મળે છે. શ્રવણ અને દ્રષ્ટિ નબળી હોય છે. જેને કારણે અન્ય માંસાહારી, પ્રાણીઓ કરતાં તે રંગીન દ્રષ્ટિ ધરાવે છે. જે તેને પાકેલા ફળોને જુદા તારવવામાં મદદરૂપ થાય છે. કૂતરા કરતાં પણ તેની ગંધની શક્તિ પાવરફૂલ હોય છે. તેઓ ગંધનો ઉપયોગ એકબીજાને સંકેત આપવા અને સાથીને શોધવા કે હરિફોને ચેતવણી આપવા કરે છે.

હાલના રીંછ ઉતર ગોળર્ધના 60 દેશોમાં વધુ જોવા મળે છે. એક-બે રીંછની પ્રજાતિ 1870ની આસપાસ વિલુપ્ત થઇ ગઇ હતી. હાલ સૌથી વ્યાપક પ્રજાતિમાં ભૂરા રીંછ જોવા મળે છે. બરફના વિસ્તારળામાં સફેદ રીંછ વધુ જોવા મળે છે. પહાડોમાં તે ખોદીને ગુફા પણ બનાવી શકે છે. રીંછની અમુક પ્રજાતિઓ મનુષ્યો માટે જોખમી બની છે. ખાસ કરીને જ્યાં તેઓ આવા હુમલા કરવા ટેવાય ગયા છે. બાકી તે મનુષ્ય ઉપર હુમલો કરવાનું ટાળે છે. કેદમાં રહેલા રીંછોનો ઉપયોગ મનોરંજન માટે વધુ થાય છે. પ્રાચિનકાળમાં તેની પૂજા થતી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલર બિયર બરફ વિસ્તારમાં રહેતું રીંછ છે. તે વિવિધ અવાજો-ઘોંઘાટ સાથે ઉછળકૂદ કરે છે.

રીંછની ઘણી રોચક જાણકારીમાં શિકારીએ નાખેલા ચારાને સાવધાની પૂર્વક ખાય છે ને તેની બુધ્ધિશક્તિ ખૂબ જ સારી હોય છે. તે 64 કિલોમીટરની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે, તે ધારે તો ઘોડાનો શિકાર પણ કરી શકે છે. સામાન્ય રીતે માણસ 20 થી 30 કિલોમીટરની હોય છે જ્યારે રીંછ તેની ડબલ સ્પીડે દોડતું હોવાથી માણસ માટે બચવું અઘરૂ છે. તે વિવિધ રંગોને અલગ રીતે જોઇ શકે છે. રીંછ થાક્યા વગર 160 કિલોમીટર સુધી પાણીમાં તરી શકે છે. 500 કિલોનું વજન ધરાવતા રીંછ ઉતરી ધ્રુવમાં જોવા મળે છે. આજથી બે કરોડ વર્ષ પહેલા તેના આકાર માત્ર એક કૂતરા જેવો હતો બાદમાં ક્રમિક વિકાસ થતાં કદમાં વધારો થયો હતો.

દિવસે સક્રિય રહેતું રીંછનું આયુષ્ય 30 વર્ષનું હોય છે જો કે પ્રાણીઘરમાં 47 વર્ષ સુધી જીવી શકે છે. તેની હૃદ્યની ગતી 40ની અને ઊંઘમાં રહેલ રીંછની ગતી માત્ર 8 ની થઇ જાય છે. તેના પગ કમાન જેવા હોવાથી કદાવર શરીરના સંતુલન માટે ઘણા ઉપયોગી થાય છે. તેનો મુખ્ય ખોરાક વાંસ છે અને દિવસ દરમ્યાન 21 કિલો વાંસ ખાય જાય છે. તેની સુંધવાની શક્તિ એટલી પાવરફૂલ હોય છે કે 32 કિલોમીટર દૂરની વસ્તુની સુગંધ મેળવી શકે છે અને બરફના વિસ્તારોમાં ત્રણ ફૂટે નીચે રહેલી માછલીની સુંગધ પણ મેળવી શકે છે.

મોટા ભાગે રીંછ એકલું રહેતું હોય છે માત્ર પ્રજનન સમયે થોડો સમય સાથ મેળવીને ફરી એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. શિયાળામાં તે લાંબો સમય સુતા રહેવાનું પસંદ કરે છે. માંસ અને માછલીના ખોરાકની સાથે તંદુરસ્ત રહેવા ઘણા બધા છોડના ખોરાકની જરૂર પડતી હોવાથી જે શિયાળામાં હોતા નથી તેથી તે તેના ઉનાળામાં જ સંગ્રહ કરી રાખે છે. માદા રીંછ સુતી હોય ત્યારે તેના બચ્ચા દૂધ પી લે છે.

રીંછ એ ગ્રહનો સૌથી મોટો શિકારી

રીંછએ સિંહ અને વાઘના કદથી આગળ નિકળીને અમુક પ્રજાતિ કદાવર જોવા મળે છે. પૃથ્વીગ્રહ ઉપર તે સૌથી મોટો શિકારી છે. લગભગ પાંચ મિલિયન વર્ષોથી પૃથ્વી પરનાં જંગલોમાં રાજ કરે છે. તેના શક્તિશાળી જડબા ગમે તેવા ખોરાકને ફાડી ખાવા સક્ષમ છે. રીંછ જંગલની સાથે પાણીમાં પણ લાંબા અંતરની મુસાફરી કરી શકે છે. તેનો કલર તેની પ્રજાતિઓને અનુરૂપ જોવા મળે છે. સફેદ કોટની નીચે કાળી ત્વચા ઠંડા વાતાવરણમાં સૂર્યની ગરમી મેળવવા મદદ કરે છે. બ્રાઉન રંગ ઉપરાંત અમુક પ્રજાતિમાં દુર્લભ રોગને કારણે તેના વાળ ઉતરી જાય છે. અમુક ભૂરા રીંછો વિશાળ નદીઓ ઉપર ઉભા રહીને નીચેથી ઉડીને આવતી માછલીઓનો સિધો મોંમા કેચ કરવાની કુનેહ ધરાવે છે. તિબેટીયન ભૂરો રીંછ એક દુર્લંભ પ્રજાતિ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.