Abtak Media Google News

આ વર્ષે મેધ નિવાસ ધોળીના ઘરે હોવાથી સારો થાય તથા રોહિણી નક્ષત્ર સમુદ્ર કિનારે હોવાથી દરીયા કાંઠે વરસાદ સારો પડે, વિક્રમ સંવત 2077 ના વર્ષમાં મંગળ પુષ્પ નક્ષત્રના પહેલા ચરણથી સ્વાતિ નક્ષત્રના બીજા ચરણ સુધી રહેશે. શનિ મહારાજ શ્રવણ નક્ષત્રના ત્રીજા ચરણથી બીજા ચરણ શુઘ્ધી રહે છે.

Advertisement

એકદરે આ વર્ષે વરસાદ સારો થાય પવન પણ વધુ રહે વરસાદના નક્ષત્રની શરુઆત તારીખ 8-6-21 થી થશે.

સૂર્ય નક્ષત્ર પ્રમાણે વરસાદની વિગત

  1. તારીખ 8-6-21 થી 21-6-21 સુધી સૂર્ય મુગશીર્ષ નક્ષત્રમાં રહેશે. વાહન ગધેડો પવન અને બફારો રહે કયાંક વરસાદ થાય.
  2. તારીખ 22-6-21 થી 5-7-21 સુધી સૂર્ય આદ્ર નક્ષત્રમાં રહેશે. વાહન શિયાળનું વાદળા રહે વરસાદ મઘ્યમ થાય.
  3. તારીખ 6-7-21 થી 19-7-21 સુધી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં રહેશે. વાહન ઉદરનું પવન સાથે વરસાદ સારો થાય
  4. તારીખ 20-7-21 થી 2-8-21 સુધી સૂર્ય પુષ્પ નક્ષત્રમાં રહેશે વાહન અશ્ર્વનું છુટોછવાયો વરસાદ થાય
  5. તારીખ 3-8-21 થી 16-8-21 સુધી સૂર્ય અશ્ર્લેષા નક્ષત્રમાં રહેશે. વાહન મોરનું સારો વરસાદ થાય
  6. તારીખ 17-8-21 થી 29-8-21 સુધી સૂર્ય મધા નક્ષત્રમાં રહેશે વાહન ગધેડો તોફાની પવન સાથે ભારે વરસાદ થાય
  7. તારીખ 30-8-21 થી 12-9-21 સુધી સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે વાહન દેડકો સારો વરસાદ થાય
  8. તારીખ 13-9-21 થી 26-9-21  સુધી સૂર્ય ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં વાહન ભેંસનું વરસાદ સારો થાય
  9. તારીખ 27-9-21 થી 9-10-21 સુધી સૂર્ય હસ્ત નક્ષત્રમાં વાહન અશ્ર્વનુ: સામાન્ય વરસાદ થાય
  10. તારીખ 10-10-21 થી 23-10-21 સુધી સૂર્ય ચિત્રા નક્ષત્રમાં વાહન મોરનું કયાંક ભારે વરસાદ પડે
  11. તાીરખ 24-10-21 થી 6-11-21 સુધી સૂર્ય સ્વાતી નક્ષત્રમાં વાહન ગધેડો સમુદ્રમા વરસાદ પડે કયાંક છાંટા પડે

જોકે સામાન્ય રીતે ‘અલનીનો’ માવઠુ કે વાવાઝોડુ વગેરેની અસર જો ચોમાસા બેસતા પૂર્વે વર્તાય તો ચોામાસુ નબળુ રહેવા અંગે અનેક હવામાન શાસ્ત્રીઓ કે જ્યોતિષિઓ દ્વારા કહેવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆત પહેલા જ વાવાઝોડુ-વરસાદ, અગાવ થયેલા માવઠા વગેરે હોવા ઉપરાંત અલનીનોની કોઇ અસર આ વર્ષે ચોમાસા દરમ્યાન ન હોવાનું તજજ્ઞો જણાવી રહ્યાં છે.

જ્યોતિષની દ્રષ્ટિએ આ વર્ષે નક્ષત્ર પ્રમાણે ફળ-કથન વગેરે જોતા આ વર્ષે વરસાદ સારો રહેશે અને 8 જૂનથી જ ચોમાસાની એટલે કે વરસાદની શરૂઆત થશે તેવો આશાવાદ સેવી રહ્યાં છે. એકંદરે આ વર્ષે વરસાદ સારો રહે પવનનું પણ જોશ રહેશે

( સંકલન:- શાસ્ત્રી રાજદીપ જોશી-વેદાતરત્ન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.