Abtak Media Google News

તહેવારોમાં ખરીદારીનું પ્રમાણ વધી જાય છે જેનો લાભ હવે સામાન્ય લોકો લઈ શકશે

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ કાઉન્સીલની ૨૮મી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સેનેટરી નેપકિનને કરમુકત કરી દેવામાં આવ્યા છે. જયારે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન સહિતની ૮૮ વસ્તુઓ પરના ટેકસમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જીએસટી દરમાં ફેરફારથી ઈલેકટ્રોનિકસ વસ્તુઓનું વેચાણ વધશે તેવું લાગી રહ્યું છે.

Advertisement

આ અંગે વધુ જણાવતા ગોદરેજ એપલાયન્સના વાઈસ પ્રેસિડેન્ટ કમલ નદીએ કહ્યું કે, જીએસટીના દરમાં ઘટાડો થતા કોઈપણ પ્રોડકટની મુળ કિંમતમાં પણ ૭ થી ૮ ટકાનો ઘટાડો થશે. અમને આશા છે કે જીએસટીના ઘટાડેલા દરના પગલે આગામી ફેસ્ટીવલ સિઝનમાં ૧૨ થી ૧૫ ટકા વેચાણ વધશે. ટીવી, ફ્રિજ, વોશીંગ મશીન, વિડીયો ગેમ્સ, લિથિયમ આયન બેટરીઝ, વેકયૂમ કિલનર, ફુડ ગાઈડર મિકસર, વોટર હિટર, ડ્રાયર, વોટર કુલર, મિલ્ક કુલર, આઈસ્ક્રીમ કુલર, પરફયુમ, ટોઈલેટ સ્પ્રેને ૨૮ ટકાના સ્લેબમાંથી હટાવી ૧૮ ટકાના સ્લેબમાં લાવવામાં આવ્યા છે.

એલજી ઈન્ડીયાના સિનિયર ડાયરેકટર રવિન્દર જયુટુસીએ જણાવ્યું કે, યોગ્ય સમયે લેવાયેલો આ યોગ્ય નિર્ણય છે. હવે ફેસ્ટીવલ સિઝન શ‚ થાય છે અને આ સમયગાળામાં સૌથી વધારે પ્રોડકટ વેચાય છે અને ગ્રામીણ લોકો આ સમયગાળામાં જ વધારે ખરીદારી કરે છે. વરસાદ અને ખેતીમાં થતી સારી આવકને ધ્યાનમાં રાખી ખેતી સાથે જોડાયેલા લોકો આ સિઝનનો ભરપુર લાભ લે છે. જોકે જીએસટીના દરમાં ઘટાડો થતા દિવાળી પહેલા જ દિવાળીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે.

જીએસટી કાઉન્સિલે નાના વેપારીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખી કેટલાક નિર્ણયો કર્યા હતા. કાઉન્સીલે વાર્ષિક ૫ કરોડથી ઓછો વેપાર ધરાવતા વેપારીઓને ત્રિમાસિક રિટર્નની જેવું જ ભરવાનું રહેશે. આ નિર્ણયથી ૯૩ ટકા એકમોને સુવિધા મળશે. આ નાના વેપારીઓ માટે સહજ અને સુગમ નામની સાધારણ રીટર્ન ફોર્મ તૈયાર કર્યા છે.

વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે ૨૮ ટકાના સ્લેબની વધુ તર્ક સંગત બનાવી શકે છે અને સૌથી વધારે ઉંચા સ્લેબને માત્ર સુપર લકઝરી અને અકિતકર ઉત્પાદનો સુધી જ સિમિત રાખી શકે છે. ઈન્ડિયાના ભાગીદાર એમ.એસ.મણિના જણાવ્યા પ્રમાણે રાજસ્વસંગ્રહ સ્થિર થયા પછી બધા જ સાઈજન ટીવી, કિશવોશર, ડિજિટલ કેમેરા, એસી પર ૧૮ ટકાની જીએસટી દર લાગુ થઈ શકે છે. મણીએ વધુમાં કહ્યું કે, સૌથી સારી સ્થિતિ એ હશે કે માત્ર બિનઉપયોગી વસ્તુઓ પર ૨૮ ટકાનો સ્લેબ રાખવામાં આવે જેના બાદમાં ઓછા જીએસટી દરમાં પરિવર્તિત કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.