Abtak Media Google News

તકેદારી ,સલામતી , આરોગ્ય અને જાગૃતિ અંગેની ઉપયોગી માહિતિઓના આદાનપ્રદાન

જામનગરમા સ્થિત શ્રી કારડીયા રાજપુત સમાજ ની લાલપુર રોડ ઉપર આવેલી જગ્યા માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ ભરતસિંહ પઢીયાર,ઉપ પ્રમુખ ભરતસિંહ નકુમ , સેક્રેટરી યશવંતસિંહ પરમાર( જામનગર ડીસ્ટ્રીક્ટ ડીઝાસ્ટ મેનેજમેન્ટ ઓફીસર) કારોબારી સભ્યો જીતેન્દ્રસિંહ, પ્રતાપસિંહ, ભાવેશભાઇ, દીલીપભાઇ, શક્તિસિંહ, ઉમેદસિંહ, દીપસિંહ સહિતના આગેવાનો જોડાયા હતા.

સમાજમાં વિવિધ રચનાત્મક પ્રવૃતિ કરવાના ભાગરૂપે વીસ થી જુદા જુદા ઉપયોગી વૃક્ષો ના રોપણ કરી તેના જતન ની જવાબદારી ફીક્સ કરાઇ હતી. શિક્ષણ, રમતગમત, પર્યાવરણ,  આરોગ્ય, કારકિર્દી ઘડતર તેમજ સર્વાંગી વિકાસ માટે સમાજ દ્વારા વિવિધ દાખલારુપ કાર્યક્રમો યોજાય છે કેમકે દરેક હોદેદારો જુદા જુદા ક્ષેત્રોમાં નિષ્ણાંત છે તેનો સમાજ ને લ્હાવો મળે છે.

ઉલ્લેખનીય છે સેક્રેટરી યશવંતસિંહ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના નિષ્ણાંત હોઇ માત્ર પોતાના સમાજ મા્ જ નહી પરંતુ દરેક સમાજ ,સંસ્થા,સંગઠન, ગૃપ, શાળા, કોલેજો, આરોગ્ય કેન્દ્રો, ઉદ્યોગો, ક્લબો, સોસાયટીઓ, ધાર્મિક સંસ્થાઓ જે શહેર કે જિલ્લામાં કાર્યરત હોય અને આમંત્રણ આપે ત્યારે ઉપસ્થિત રહી ને આપતિ નિયમન કેમકરવુ તેમજ પર્યાવરણ અને આરોગ્ય જાળવણી કેમકરવી  તેનુ માર્ગદર્શન આપવા તત્પર રહે છે.

ચોમાસામા પાણીના પ્રવાહ પુર નદી નાળા થી દુર રહેવુ વાહન ચલાવતી વખતે ટ્રાફીકના નિયમો ના પાલન કરવા તંદુરસ્તી જાળવવા યોગ્ય ખોરાક લેવા વ્યસન થી દુર રહેવુ અને બિમારીમા ડોક્ટરની સલાહ મુજબ જ દવા લેવી સરકારના દરેક આરોગ્ય ઝુંબેશ સ્વચ્છતા ઝુંબેશ પર્યાવરણ ઝુંબેશમા સક્રિય સહયોગ આપી હંમેશા નવુ નવુ જાણવા    તત્પરતા કેળવવી, માધ્યમો દ્વારા અપાતા સુચનો માહિતીઓ ચેતવણીના આદાન પ્રદાન કરવા, શક્ય હોય ત્યા વૃક્ષારોપણ કરવા માત્ર નહી

તેના જતન કરવાની જવાબદારી નિભાવવી, અજાણી બાબતો સ્થળો કે વ્યક્તિઓ અંગે જાણકારી ન હોય તો જાણકારીમેળવી ને જ આગળ વધવુ , ભુકંપ પુર આગ અકસ્માત રોગચાળા વગેરે જેવા કુદરતી કે માનવ સર્જીત દુર્ઘટના વખતે સલામત કેવી રીતે રહેશુ તેની જાણકારી અગાઉથી જ રાખવી અને આપતિ વખતે સ્વસ્થ સચેત રહેવાની જાણકારી અગાઉથી જ  રાખી નુકસાન ટાળવા શક્ય એટલુ નુકસાન ઓછુ થાય તે માટે ની તાલીમ પણ.લેવી તે બાબતોનુ  ઘરના સભ્યો મિત્રો સગા સ્નેહીઓ સહકર્મચારીઓ સાથે અદાન પ્રદાનકરવુ જાણકારી વધારતા રહેવી ગભરાટ કે અફવા ન ફેલાવવા જે ક્ષેત્રમાં કામ કરતા હોય કે અભ્યાસ કરતા હોય કે ઘર સોસાયટી એમ દરેક સ્થળે હંમેશા જરુરી બાબતો મહત્વની બાબતો ઉપયોગી બાબતો જરુરી નંબરો સલામતીની બાબતો ની ચર્ચાઓ સમયાંતરે કરતી રહેવી દુર્ઘટના વખતે જાગૃતિ પુર્વક મદદરૂપ થવુ વગેરે અંગે સચોટ માર્ગદર્શન આપતા જ રહે છે  જે આવકારદાયક અને અત્યંત જરુરી તેમજ સમાજ સેવાનો એક ભાગ ગણાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.