Abtak Media Google News

પતિને જમીન કૌભાંડમાં ચાર વર્ષની સજા થઇ તો તેની જમીન બારોબાર વેચી નાખનારને કેમ નહી?: તપાસની ખાતરી આપવામાં આવી

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના જમીન કૌભાંડ અંગે માત્ર એક જ વ્યક્તિને જવાબદાર ગણી સજા કરાવવામાં આવી તે રીતે જમીન કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવાની માગ સાથે મહિલાએ રાજકોટ રેન્જ આઇજી કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલાં તેણીની અટકાયત કરી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે.મોરબીના મહેન્દ્રનગર વિસ્તારની ઉજીબેન ટાભાભાઇ પરમારે ગઇકાલે રાજકોટ રેન્જ આઇજી કચેરી ખાતે આત્મવિલોપન કરશે તેવી જાહેરાત કર્યા બાદ સવારે સાડા અગીયાર વાગે રિક્ષામાં કેરોસીન ભરેલી બોટલ સાથે આવતા પોલીસે અટકાયત કરી હતી.ઉજીબેનની પૂછપરછ દરમિયાન તેણીના પતિ ટાભાભાઇ બાલાભાઇ પરમારે દસ થી બાર વર્ષ પહેલાં મહેન્દ્રનગર ગ્રામ પંચાયતના સર્વે નંબર ૧૯૦-૧૯૬નો ૧૦૦ વારનો પ્લોટ  સ્ટેમ્પ પેપર પર વેચાણ કરેલો તે સરકારી ખરાબાનો હોવાથી સરપંચ અને તલાટીના અભિપ્રાય બાદ સર્કલ ઇન્સ્પેટકર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને સરકારી જમીન બારોબાર વેચી નાખવાના ગુનામાં ટાભાભાઇ પરમારને ચાર વર્ષની સજા થઇ હતી. ચાર વર્ષની સજા ભોગવ્યાના સાત દિવસ બાદ જેલમાંથી છુટવાના હતા તે દરમિયાન તેમનું બીમારી સબબ જેલમાં મોત નીપજ્યું હતું.ટાભાભાઇ પરમારે જે રીતે સરકારી જમીન રૂ .૧૦ના સ્ટમ્પ પેપર પર ૩૮૮ વ્યક્તિએ સરકારી ખરાબાનું બારોબાર વેચાણ કર્યુ તેઓ સામે કેમ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી રજૂઆત ઉજીબેન પરમારે કરી હતી. જવાબદાર તમામ સામે પોતાના પતિ સામે નોંધાયો હતો તેવો ગુનો નોંધવાની માગણી કરતા રેન્જ આઇજી વતી રીડર પી.આઇ. આર.જે.પરમારે રજૂઆત સાંભળી મોરબી મામલતદારને યોગ્ય તપાસ કરવા સુચના આપી હતી તેમજ ગુનો જણાશે તો તમામ સામે ફરિયાદ નોંધવામાં આવશે તેવી ખાતરી આપી આઇજી કચેરીએથી પોલીસ સ્ટાફ સાથે મોરબી મોકલ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.