Abtak Media Google News

સરકારી શાળાની ૬૮ અને ખાનગી શાળાની ૩૬ કૃતિઓનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું

નગર પ્રાથમિક શાળા સમીતી દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે તથા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી શહેર કક્ષાના વિવિધ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-૨૦૧૭ નું આજરોજ પ્રદ્યુમનસિંહજી પ્રા.શાળા નં.ર કરણપરા ચોક ખાતે દબદબાભેર જય વિજ્ઞાન ઘોષ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. સાયન્સ ફેર નો શુભારંભ કરતા મ્યુ. કોર્પો. ફાયનાસ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવેલ કે દરિયા કાંઠેથી વિણેલા છીપ કરતા સમુદ્રના તળેથી ગોતેલ એક મોતીની કિંમત હંમેશા અમૂલ્ય હોય છે. આ તકે કાર્યક્રમ અઘ્યક્ષ મેયર ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાયએ જણાવેલ કે શુન્યની શોધ ભારતે કરેલી છે. અત્યારની વિજ્ઞાનનછ શોધના પ્રણેતા આપણા ઋષિમૂનીઓ હતા. રીસર્ચ અને ડેવલોપમેંટમાં સૌ બાળ વૈજ્ઞાનિકો ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રદર્શનમાં ૨૦૮ બાળ-વૈજ્ઞાનિકો દ્વારા સરકારી શાળાની ૬૮ અને ખાનગી શાળાની ૩૬ કૃતિઓ મળી કુલ ૧૦૪ કૃતિઓનું વકિગ મોડેલ રજુ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન આવતીકાલે પણ જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે. આજના શુભારંભ કાર્યક્રમમા ડે. મેયર દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શિક્ષક સમીતીના સદસ્ય કિશોરભાઇ રાઠોડ, જગદીશભાઇ ભોજાણી, કિરણબેન માકડીયા, ભાવેશભાઇ દેથરીયા, ડો. ગૌરવીબેન ધ્રુવ, ભારતીબેન રાવલ, રહિમભાઇ સોરા તથા મુકેશભાઇ મહેતા ઉ૫સ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા.ચેરમેન અલ્કાબેન કામદાર, ઇ.ચા. શાસનાધિકારી રીનાબેન કાલાણીના માર્ગદર્શન તળે પ્રદર્શનની વિવિધ સમીતીઓ કાર્યરત છે. કાર્યક્રમની સ્વાગત વિધિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ ગૌરવીબેન ધુવે કરી હતી.બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર લાવવા તથા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરાયેલ છે. આ પ્રદર્શનના વિવિધ પ્રકારની કૃતિઓ જેવી કે જળ સ્ત્રોતોની જાવળણી અને સંરક્ષણ, આધુનિક ખેતી ટપક સિંચાઇ નો ઉપયોગ પવન પેટી, વોટર એલારમ, હોમ મેડ એસી ગંગા સફાઇ હવાથી ચાલતી કાર એર કુલર, વોટર કંટ્રોલ સીસ્ટમ, હઠીલા રોગોની સારવાર અને ગાયના છાણ વડે મોબાઇલ રેડીયેશન ઘટાડયું વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.શુક્રવારે સવારે ૧૧ કલાકે કાર્યક્રમનું  સમાપન પૂર્વ સ્ટે. ચેરમેન નીતીનભાઇ ભારદ્વાજના અઘ્યક્ષ સ્થાને યોજાશે. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, એ.સીપી. હર્ષદ મહેતા, પૂર્વ ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયા તથા ડાયેટ ના પ્રાચાર્ય ડો. ચેતનાબેન વ્યાસ સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે.આ પ્રદર્શન વિશે ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલિકા શિક્ષણ સમીતી દ્વારા વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનૂં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉત્સાહભેર વિઘાર્થીઓએ ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં વિઘાર્થીઓ, શિક્ષકો નગર પ્રાથમિક સમીતીના સદસ્યો તથા ખાસ નરેન્દ્રસિંહ ઠાકુરે ખુબ જ મહેનત કરી છે. આ પ્રદર્શનમાં વિજેતા થયેલા વિઘાર્થીઓને રાજય કક્ષાએ મોકલવામાં આવશે. તથા રાષ્ટ્રીય સ્તર સુધી પહોચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમણે સરકારી શાળા વિશે જણાવતા કહ્યું હતું કે, હવે સરકારી શાળા, તાલુકા શાળાઓમાં શિક્ષણનું સ્તર ખુબ જ ઉચું ગયું છે બાળકો શિક્ષણની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ વઘ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.