Abtak Media Google News

સાંસદ રામભાઇ મોકરિયા પરિવાર આયોજીત

કથા શ્રવણ માટે વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ: પંચનાથ મંદિર ખાતે પાસ વિતરણ માટે અભૂતપૂર્વ ધસારો

કથા પંડાલમાં રરમીએ અવધના દર્શન સાથે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અનેરો આનંદ

કથા દરમિયાન ગણપતિ સ્થાપન પૂજા, ગોવર્ધન મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, તેમજ નૃસિંહ જન્મ, કૃષ્ણજન્મ, રામજન્મ વગેરે જેવા પ્રસંગો ઉજવાશે

રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા આયોજિત ધર્મચેતનાના જ્યોતિર્ધર અને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર એવા પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) ની અમૂલ્ય સ્વરૂપ ભાગવત માટે જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જેની ભવ્યાતિભવ્ય તૈયારીઓ આદર્શ રીતે થઇ ચુકી છે.તા.17 થી 24 જાન્યુઆરી દરમિયાન આ ઉત્સવ સ્વરૂપની સપ્તાહ નો સમય સાંજે 4 થી 7:30 સુધી રહેશે. આ મંગલ આયોજન આમ જનતાને પરંપરાગત ગુજરાતી ભાગવત કથાનો આનંદ અપાવશે.

આ ઉત્સવ સ્વરૂપ કથાનું રસપાન કરવાનો અમુલ્ય લહાવો લેવા માટે રાજકોટના વૈષ્ણવ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યા છે.  પંચનાથ મંદિર ખાતે પાસ વિતરણ માટે પણ અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો હતો અને હજુ સપ્તાહના આખરી દિવસો દરમિયાન પણ પાસ માટે લોકોની સતત પૂછપરછ આવી રહી છે  સપ્તાહ દરમિયાન સેકડો ભક્તજનો પૂ. ભાઈશ્રીની કથામૃત ભાગવત વાણી નો લાભ મેળવશે અને તેમની અમૃત વાણી થી પરિસરનો માહોલ ધર્મમય બની રહેશે. આ મંગલ માહોલ નો લહાવો લેવા સમગ્ર વૈષ્ણવોમાં એક અનોખો-અનેરો ઉત્સાહ અને અલૌકિક ધાર્મિક માહોલ સર્જાયેલ જોવા મળી રહ્યો છે ત્યારે સાથોસાથ આજે સાંજે રાજકોટમાં પરમ પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા નું પણ આગમન થશે.

આ ભાગવત સપ્તાહ દરમિયાન તા.17 થી 24 જાન્યુઆરી સતત 8 દિવસ સુધી રાજકોટ ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડ(અયોધ્યા નગરી) માં ધર્મનાદ ગુંજી ઉઠશે અને શ્રદ્ધાળુઓની બહોળી ઉપસ્થિતિ વચ્ચે રેસકોર્સ મેદાન ખરેખર ધર્મ મેળા ના રૂપમાં ફેરવાઈ જવાનું છે. પુ.રમેશભાઈ ઓઝાના શ્રીમુખે કથા એ એક અનેરો લ્હાવો છે અને સપ્તાહમાં દરમિયાન ધાર્મિક પ્રસંગોનો લહાવો લઇ ભાગવત રસરૂપી દરિયામાં પુણ્યતાની ડૂબકી લગાવવા શ્રદ્ધાળુ ઓ અધીરા બની રહ્યા છે. સપ્તાહ દરમિયાન આવતા વિવિધ પ્રસંગો જેવા કે પોથી યાત્રા, ગણપતી સ્થાપન પૂજા, ગોવર્ધન મહોત્સવ, રૂક્ષમણી વિવાહ અને સુદામા ચરીત્ર તેમ જ ભિન્ન ભિન્ન અવતારોના જ્ન્મોત્સવો જેવા કે ન્રુસિંહ જન્મ, કપિલજન્મ, વામનજન્મ, રામ જન્મોત્સવ, ક્રુષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી વૈષ્ણવોને કથાના રસપાન ની સાથે સાથે કથામાં નવા જ રંગ ભરશે.

રેસકોર્સ ગ્રાઉન્ડ ના વિશાળ પરિસરમાં અતિ વિશાળ એવું રમણીય સ્ટેજ બનાવવામાં આવ્યું છે જેના પર એક અમુલ્ય સ્વરૂપ લહાવો કહી શકાય એવી કથા શ્રવણ કરાવતી આશીર્વાદ રૂપ ભાઈશ્રી ની  વ્યાશપીઠ બિરાજમાન થયેલ છે તેમ જ વ્યાસપીઠ ની પાછળ મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ નું આબેહુબ એવું 3ડી મોડેલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે સમગ્ર સપ્તાહ મંડપનું આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે. આ સંપૂર્ણ ભાગવત સપ્તાહ દરમિયાન જ અયોધ્યામાં થઇ રહેલ મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા આકાર લેશે, જેમના ગુણો, જીવન ચરિત્ર તેમજ સત્કાર્યોને સંદર્ભમાં રાખી આ સંપૂર્ણ ભાગવત સપ્તાહનું  જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે અને તેની તડામાર તૈયારીઓને લગભગ પૂર્ણ થયાના આરે છે. કથા મંડપ માં 22 જાન્યુઆરી સોમવાર ના દિવસે અયોધ્યામાં આયોજિત રઘુકુલ દીપક ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નંસ લાઈવ પ્રસારણ ભાગવત સપ્તાહ ના આંગણે જ સવારે 11 કલાકે કરવામાં આવશે. આથી ભાગવત સપ્તાહ દરમિયાન જ ભક્તો રાજકોટના આંગણે આ અદભુત અને અલૌકિક અવસરનો લહાવો મેળવી શકે.

રાજકોટમાં વૈષ્ણવ ભક્તોને કથા સ્થળ (અયોધ્યા નગરી) પર પહોચવામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે એટલા માટે શહેરના અલગ અલગ વિસ્તાર માંથી વિનામૂલ્યે બસ દોડાવવામાં આવશે. લોકો કથા સાંભળવા સરળતાથી આવી શકે એટલા માટે આ સુવિધા કરાઈ છે. વિનામૂલ્યે બસમાં લોકો ક્થા સ્થળ સુધી આવી શકશે અને ત્યાં થી કથાપૂર્ણ થયે રાત્રે પરત ફરી શકશે. શહેરના તમામ પોઈન્ટ પરથી બસ ઉપડશે અને કથાના સ્થળે રેસકોર્સ (અયોધ્યા નગરી) પહોચશે. દરરોજ બપોરે 2:30 વાગ્યે બસનો રૂટ શરુ થશે. જે ભક્તજનોને સપ્તાહ શરુ થતા પહેલા જ 3:45 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યા નગરી) પહોચાડશે. જો 50 કે તેથી વધુ ભક્તજનોને એક જ સ્થળેથી બસ ની સુવિધા નો લાભ મેળવવો  હોય તેઓએ પુર્વેશભાઈ ભટ્ટ (મો.98798 79658) તથા કલ્પેશભાઈ પંડ્યા (મો.95740 26405) નો સંપર્ક કરવો, તેમને બસ માટેની અલગ વ્યવસ્થા કરી આપવામાં આવશે. કથા માટે રાજકોટના લોકોનો અનેરો ઉત્સાહ જોઈને કથાના આયોજકોએ વાહન વ્યવસ્થાપન સમિતિ રચી છે. જે સમિતિ ભક્તજનોને કથા સ્થળ પર લઇ જવા તથા પરત પોઈન્ટ પર મૂકી જવાની તમામ વ્યવસ્થા સંભાળશે.

આ અદભુત કાર્યને પાર પાડવા વિવિધ કમીટીઓ ની રચના કરીને શ્રેષ્ઠ વ્યવસ્થા કથા સ્થળે ગોઠવાઈ છે.ભાગવત સપ્તાહમાં સેવાના ભાવથી જોડાવા ભાઈઓ અને બહેનો સહીત લગભગ 400 જેટલા કાર્યકર્તાઓ આ અમુલ્ય ભાગવત સપ્તાહને ઘર આંગણે આવેલ મંગલ અવસર સમજીને મહિનાઓથી દરેક રીતે કાર્યશીલ રહ્યા છે તેમ જ હજી આગળ પણ સંપૂર્ણ સપ્તાહ દરમિયાન સૌ પોતપોતાની રીતે શક્ય તેટલી તૈયારીઓ દર્શાવી રહ્યા છે અને રાજકોટના પ્રત્યેક સમાજ ના અગ્રણીઓએ સપ્તાહ દરમિયાન તમામ પ્રકારે સહયોગ આપવા અંગે ખાતરી આપેલ છે. ભાગવત સપ્તાહના આ ભવ્ય આયોજન માટે તમામ કાર્યકરો ને પોતપોતાનું કાર્ય સમજાવવા તેમ જ સપ્તાહના કાર્યને આખરી ઓપ આપવા માટે સભાસ્થળ પર જ કાર્યકર્તાઓની મીટીંગ બોલાવવામાં આવી હતી. સંપૂર્ણ ભાગવત સપ્તાહ માં આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ અને સુંદર વ્યવસ્થા-સંચાલન થઇ ચૂકેલ છે. તેમજ અલગ-અલગ સમિતિના સ્વયંસેવકો એ પોતાની જવાબદારી ખુબજ કાળજી પૂર્વક નિભાવી છે અને આ ધાર્મિક પ્રસંગને એક ભવ્યાતિભવ્ય ઉત્સવ બનાવવા ખડેપગે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.