Abtak Media Google News

ગણેશોત્સવ પર્વમાં વિવિધ સંસ્થાઓ, મહોલ્લા, સોસાયટીઓમાં ગણેશ સ્થાપન માટે ઇકોફ્રેન્‍ડલી ગજાનંદની મૂર્તિ લાવવાનું આયોજન કરાઇ રહ્યુ છે. અને શહેરીજનો પણ ઇકોફ્રેન્‍ડલી ગણેશોત્સવ મનાવવા માટે ખુબ જ ઉત્સાહિત છે. અને આગામી ગણેશોત્‍સવ સહિતના અનેક તહેવારોમાં પ્‍લાસ્‍ટર ઓફ પેરિસની મૂર્તિ પર રોક લગાવવામાં આવી છે. તો હવે ઘરે તમારી જાતે જ માટીમાંથી ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવો.

ઘરે બનાવો ઈકો ફ્રેન્‍ડ્‍લી ગણપતિ :

– સૌથી પહેલા વિશેષ પ્રકારની શાડુ માટી ખરીદો
– ત્યારબાદ માટીને પાણી સાથે મેળવો, પરંતુ ધ્યાન રાખો કે માટી વધારે ભીની કે સુકી ના હોય
– આસન બનાવવા માટે પ્લેટફોર્મ પર કાગળ રાખો જેથી માટી ચોંટે નહિ
– પછી તમારી કલ્પના અનુસાર આકાર આપો
– ડીઝાઇન માટે કોઈ પુસ્તક કે ઈન્ટરનેટની સહાયતા લઇ શકો છો
– માટીનો એક ઢગ લઈને પણ તેમાં ગણપતિની આકૃતિ બનાવી શકાય છે
– ગણપતિના હાથ – પગ, માથાને લગથી બનાવીને પણ જોડી શકાય છે
– મૂર્તિ તૈયાર થયા બાદ તેને છાંયડામાં સુકાવા દો
– પછી પ્રતિમામાં પોતાની કલ્પનાના રંગ ભરો અને ત્યારબાદ શૃંગાર કરો.

આવી રીતે ઘરમાં જ ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવીને તેની પૂજા કરો. આમ તો લોકો ગણપતિ બાપાને ઘરે લાવવા માટે બે મહિના પહેલા જ મૂર્તિઓનું બુકિંગ શરુ કરી દે છે. પરંતુ આ વખતે પર્યાવરણનું ધય્ન રાખીને ઘણા બધા લોકો ઇકોફ્રેન્ડલી મૂર્તિઓની પૂજા પર જોર આપી રહ્યા છે. દેશેમાં ગણેશજી મૂર્તિઓ મહદ અંશે પ્‍લાસ્‍ટર ઓફ પેરીસના ઉપયોગથી બનાવાય છે. પ્‍લાસ્‍ટર ઓફ પેરીસની મૂર્તિઓમાં જીપ્‍સમ, સલ્‍ફર, ફોસ્‍ફરસ અને મેગ્‍નેશીયમ જેવા પદાર્થો હોય છે. જ્‍યારે રાસાયણિક રંગોમાં મર્ક્‍યુરી, લેડ, કેડમીયમ અને કાર્બન જેવા પદાર્થો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.