ગીરગઢડાના દ્રોણ ગામે પંચ દિવસીય કથા પારાયણ-જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

ગિરગઢડા તાલુકાના દ્રોણગામે રાધાકૃષ્ણ મંદિર ના સનકુલ માં  શ્રીમદ્દ ભગવદ્દ દશમસંકદ પંચદિવસય કથા પ્રારંભ કરાયો બપોરના સમયે કનુભાઈ સદુલભાઇ બારૈયા ના ઘરેથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી તેમાં વિશાળ સંખ્યામાં ગામલોકો જોડાયા હતા અને ગામના.વિવિધ  માર્ગો પરથી પચાર થઈ કથા સ્થળે પહોંચી હતી. અને વ્યાસપીઠ. ઉપર અમદાવાદ તલદા સ્વામિનારાયણ ગુરુકુલ ના શાસ્ત્રીશ્રી ભક્તિવેદાંત સ્વામી કથાનું રસપાન સરળ શેલીમાં કરાવશે.

તેમજ  રાત્રી ના 9.30 કલાકે કૃષ્ણ જન્મ ઉત્સવ ભવયરીતે ઉજવામાં આવ્યો હતો. કથા સર્વન નો સમય રોજે રાત્રી ના 8.30 થી.10.30. નો રહેશે. કથાની પૂર્ણહુતિ તા 13.9.22 ને મંગળવારે રાત્રી ના થશે. તો તમામ ભક્તજનો એ કથાસવણ નો લાભ લેવા અનુરોધ કરાયો છે.  આ કથાનું આયોજન શ્રી કૃષ્ણ યુવા ગૃપ અને ગામજનો દ્રારા કરવામાં આવ્યું છે.