Abtak Media Google News

વિદ્યા બાલન સ્ટારર અપકમિંગ ફિલ્મ ‘બેગમ જાન’નું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ શુક્રવારે સની સુપર સાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં રેખા, આલિયા ભટ્ટ સહિત બી ટાઉનના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. રેખા વ્હાઇટ સાડી સાથે કાનમાં ગોલ્ડ પ્લેટેડ ઇયરિંગ્સમાં જાજરમાન લાગતી હતી તો આલિયા અને વિદ્યા પણ મસ્તી કરતા જોવા મળ્યા હતાં. વિદ્યા બાલને રેખા સાથેનો એક ફોટો શૅર કરીને લખ્યું હતું કે, “Umrao Jaan aur Begum Jaan ❤!!”

આ ઉપરાંત મહેશ ભટ્ટ, વિદ્યાનો પતિ સિદ્ધાર્થ રોય કપૂર, મુકેશ ભટ્ટ, વિશેષ ભટ્ટ પણ ક્લિક થયા હતાં. નોંધનીય છે કે સૃજિત મુખર્જીના ડિરેક્શનમાં બનેલી ‘બેગમ જાન’ 14 એપ્રિલના રોજ રીલિઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.