Abtak Media Google News

મેયર, મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર સહિત પદાધિકારીઓની પ્રેરણદાયી ઉપસ્થિતિ

પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, કિલ્લોલ-1 મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ ખાતે છેલ્લા ર1 વર્ષથી ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે પછાત અને જરુરીયાત મંદ બાળકો માટે જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ ચલાવવામાં આવે છે.

સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ધો. 5,6,7 ની છ માસિક પરીક્ષામાં મેળવેલ ગુણની એવરેજ કાઢી 85 ટકા કે તેથી વધુ ટકાવારી સાથે ઉર્તીર્ણ થનાર બાળકો આ પ્રોજેકટમાં પસંદગી પામવા પ્રવેશ પરીક્ષા આપવા હકકદાર બને છે. આવા રપપ વિઘાર્થી-વિઘાર્થીનીઓએ તાજેતરમાં ગણિત, વિજ્ઞાન, અંગે્રજી અને સામાજીક વિજ્ઞાન આ ચાર વિષયની સરકારનાં નીતીનિયમોનું ચુસ્તપણે અમલ કરી પરીક્ષા આપેલ, પાસ થનાર વિઘાર્થીઓમાંથી ર0 જેટલા વિઘાર્થીઓની આખરી પસંદગી કરવામાં આવશે.

આ વિઘાર્થીઓને ધો. 8 થી શહેરની શ્રેષ્ઠ સ્કુલોમાં એડમીશન અપાવી ધો. 1ર સુધીનો તમામ શૈક્ષણિક  ખર્ચ જેવા કે સ્કુલ ફી, પુસ્તકો, માર્ગદર્શીકાઓ, યુનિફોર્મ, બુટ-મોજા, દફતર સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત ટ્રસ્ટમાં ગ્રુપ ટયુશનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. સ્કુલે જવા આવવા માટે સાયકલ  પણ આપવામાં આવે છે. તેમજ જરુર પડયે આરોગ્ય સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવે છે. છેલ્લા ર1 વર્ષથી ટ્રસ્ટ દ્વારા ચલાવાતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટના શરુઆતની બેચના લાભાર્થી છાત્રો હાલમાં ડોકટર, એન્જીનીયર, અઘ્યાપક, ફાર્માસિસ્ટ સહીતની ડીગ્રીઓ મેળવી પગભર થઇ ચૂકયા છે તથા પોતાના પરિવારના તારણહાર બની ગયા છે.

08 Copy 3

તાજેતરમાં લેવાયેલી આ પ્રવેશ પરીક્ષામાં વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરવા મેયર પ્રદીણભાઇ ડવ, મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને માલીકીન અગ્રવાલ ઉપરાંત શહેર ભાજપ અઘ્યક્ષ કમલેશભાઇ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમીતી ચેરમેન ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પરેશભાઇ હુંબલ, ડો. ગૌરવીબેન તથા ડો. અનિમેષભાઇ ધ્રુવ જાણીતા શિક્ષણ વિદ ડી.વી. મહેતા, રશ્કિકાંતભાઇ મોદી, ડો. શિલુ ઉપરાંત યુ.આર.સી. સી.આર. સી. સ્ટાફ આ સર્વે મહાનુભવોને ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ આવકાર્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીની ખાસ વિનંતી છે કે જે શિક્ષકો પાસે થોડો ફાજલ સમય હોય અને સેવાના ભાવથી આ ટ્રસ્ટના સેવાયજ્ઞમાં જોડાવા ઇચ્છતા હોય તેવા શિક્ષકોને વેતન સાથે આ ટ્રસ્ટ આવકારે છે તેના માટે ટ્રસ્ટની ઓફીસ ફોન નં. 0281- 2704545/ 2701098 ઉપર સંપર્ક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.