Abtak Media Google News

દેશમાં આર્થિક વિકાસને વેગવાન બનાવવા અને નાના અને લઘુઉદ્યોગોને પ્રોત્સાહીત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સસ્તા દરની લોન અને રાહતદરે આકસ્મીક વિમા કવચની યોજના દ્વારા દેશના નાના અને લઘુ ઉદ્યોગકારો અને વેપારીઓ માટે વિશેષ સવલની યોજના માટે તૈયારી થઈ રહે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાના ઉદ્યોગ અને વેપારીઓ માટે સસ્તાદરની લોન અને વિનામૂલ્ય આકસ્મીક વીમા કવચની યોજના દ્વારા લઘુ ઉદ્યોગ અને વેપારીઓને પ્રોત્સાહન માટેની યોજનાઓ દ્વારા ગયા વર્ષની નોટ બંધી અને જીએસટીથી થયેલી કેટલીક અગવડતામાંથી ઉદ્યોગજગતને બહાર લાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ વર્ષે જ આવનારી લોકસભાની ચૂંટણી પૂર્વે દેશના તમામ વર્ગનાં નાના અને લઘુ ઉદ્યોગ અને વેપારી વર્ગના મતદારો માટે લાભકારક જેવી કવાયતમાં સસ્તાદરની લોન અને વિનામૂલ્યે આકસ્મીક વિમા કવચની વડાપ્રધાન દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે.

ગયા વર્ષે ૫૦૦ અને હજારના દરની મોટી નોટ બંધી થી સર્જાયેલી આર્થિક વિષમ સ્થિતિમાં દેશના લાખો નાના ઉદ્યોગ એકમ અને વેપારીઓ મંદીમાં સપડાય ગયા હતા અને આવા નાના વ્યવસાય કારો ઉદ્યોગોને બજારની મંદી અને રોકડની અછતના પરીબળેના કારણે ધંધા અટકાવી દેવાની ફરજ પડી હતી આ સાથે જ જીએસટી સ્લેબની રચના અનેતેની જટીલ પ્રક્રિયાની બજારમાં નકરાત્મક અસર ઉભી થઈ હતી. વડાપ્રધાન આ મુશ્કેલીઓથી પસાર થઈ ચુકેલા નાના ઉદ્યોગ અને વેપારીઓ માટે ૨૦૧૯ની ચૂંટણી પહેલા જ લાભના પટારા જેવી સસ્તી લોન અને વિના મૂલ્યે વીમા કવચની યોજના જાહેર કરી છે. ૨૦૧૯ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભાજપ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીની કવાયત અને તાજેતરમા જ પક્ષ દ્વારા પાંચ રાજયની ચૂંટણીમાં ગયા મહિને જ થયેલા રકાશના પગલે પક્ષ માટે નુકશાન નિયંત્રણ ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધણી તાત્કાલીક ધોરણે પક્ષે તાજેતરમાં જ જીએસટીમાં થોકબંધ રાહતોની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ વડાપ્રધાને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. સરકારના સુત્રોએ જણાવ્યું હતુ કે વ્યવસાયકારોને પ્રોત્સાહનની સરકારની નીતિ હવે અમલમાં આવી રહી છે.

નાણામંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતુ કે નાના ઉદ્યોગની વ્યાખ્યાને તેના માપદંડ નકકી કરવામાં આવી રહ્યા છે. જોકે આ કવાયતની હજુ સતાવાર જાહેરાત થઈ નથી પરંતુ સરકારે તેવા નિર્દેશ આપી દીધા છે કે નોટબંધી અનો જી.એસ.ટી.ના કારણે નાના વેપારી અને ઉદ્યોગકારોએ વેઠેલી મુશ્કેલીઓ સામે સરકાર હવે તેમને રાહત આપવા કટીબધ્ધ બની છે. સરકાર દ્વારા બે ટકાના રાહતદરથી નાના ઉદ્યોગકારોને અને પાંચ કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવતા એકમોને આ લાભ અપાશે.

નાના ધંધાર્થીઓને વર્તમાન ૧૩-૧૪ ટકાના વાર્ષિક વ્યાજદરના બદલે નવથી દસ ટકાના દરે લોન ઉપલબ્ધ થશે. સરકાર લઘુ ઉદ્યાેગોને વેપારીઓને દસ લાખથી દસ કરોડ રૂપીયા સુધીનો વિનામૂલ્યે વિમા કવચ આપવાનું વિચારી રહી છે. ૧લી ફેબ્રુઆરી પહેલા બજેટ પૂર્વે સરકારની આ યોજનાઓની જાહેરાત કરવાની તૈયારી થઈ રહી હોવાનું જાણવા મળેલ છે. સાથે સાથે સરકાર નિવૃત વેપારીઓ કામદારો, ઉદ્યોગપતિઓ માટે પેન્શનની યોજના પણ તૈયાર કરી રહી છે. સાથે સાથે નાના ઉદ્યોગપતિઓને વેપારીઓ ને વિમા કવચ અને ખાસ પ્રકારની ઘટાડેલા દરની લોન મહિલા ઉદ્યોગ સાહસીકોને આપવાનું વિચારી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેપારી ઉદ્યોગપતિઓને રાહત આપતી આ તૈયારીઓ ચૂંટણી પહેલાની મોટી જાહેરાત બની રહેશે.

આર્થિક પછાત વર્ગોને ૧લી ફેબ્રુઆરીથી મળશે સરકારના રાહત પેકેજનો લાભ

ભાજપ સરકાર દ્વારા આર્થિક પછાત વર્ગો માટે ૧૦ ટકા રાહત પેકેજની જાહેરાત કરી છે જે ૧લી ફેબ્રુઆરીથી અમલમાં આવી જશે. ૧લી ફેબ્રુઆરીથી જે આર્થિક રીતે પછાત વર્ગમાં આવતા જનરલ કેટેગરીના લોકો સરકારી નોકરી માટે એપ્લાય કરી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીંગ દ્વારા ખાસ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં આર્થિક પછાત લોકો માટે સરકારી નોકરી માટેનો લાભ આપવા યુનિયન કેબિનેટ પાર્લામેન્ટ તથા રાષ્ટ્રપતિએ મંજુરીની મહોર મારી હતી.

આ રાહત પેકેજનો લાભ એ કુટુંબને મળશે જેની વાર્ષિક આવક ૮ લાખથી ઓછી હોય. આ રાહત પેકેજનો લાભ તે આવક ધરાવતા પરીવારોને મળશે જેમની આવકના સ્ત્રોત તેમનો પગાર, ખેતીથી થતી આવક, ધંધો તથા ઈત્યાદી જયારે કેબિનેટ દ્વારા એ પણ મુદાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

જેમાં જે કોઈ પરીવારને ૫ એકરથી વધુની જમીન, ૧ હજાર સ્કવેર ફીટવાળા રહેણાંક ફલેટો, ૧૦૦ સ્કે.યાર્ડ વાળા રહેણાંકના પ્લોટ જે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા હોય તથા ૨૦૦ સ્કવેર યાર્ડના રહેણાંક પ્લોટો કે જે મ્યુનિસિપાલટીની હદમાં ન આવતા હોય તે તમામ લોકોને સરકારના આ રાહત પેકેજનો લાભ નહીં મળી શકે.૧૦ ટકા આર્થિક પછાત વર્ગોએ પોતાની આવકના પુરાવાઓ રાજયના તહેસીલદાર રેન્કવાળા અધિકારીઓ પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે જેના આધાર પર તમામ આર્થિક પછાત લોકોને સરકારના રાહત પેકેજનો લાભ મળી શકશે.

ખેડુતોના ખાતામાં સીધા ૭૦ હજાર કરોડ રૂપિયાાની રાહત રકમ જમાં કરવાની મોદી સરકારની વિચારણા

કૃષિ પ્રધાન ગણાતા આપણા દેશમાં ખેડુતો હંમેશા કોઈને કોઈ સમસ્યાથી પીડાતા રહ્યા છે.જેથી જગતના તાત ગણાતા ખેડુતો બિચારા થઈ ગયા છે.

આવા બિચારા ખેડુતોની આવક બમણી કરવા મોદી સરકારે કમર કસી છે. ખેડુતોનો વર્તમાનમાં અપાતી ખાતરમાં સબસીડી, ટેકાના ભાવે ખરીદી વગેરે યોજનામાં ગેરરીતિ થઈ રહી હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. જેથી મોદી સરકારે સબસીડી વગેરે જેવી રાહતો બંધ કરીને ખેડુતોના ખાતામાં સીધી જ મદદ આપવા માટેની યોજના બનાવી છે. આ યોજનામાં વચેટીયાઓની ભૂમિકા બંધ થતા ખેડુતોને સીધો લાભ મળશે.

આમાટે મોદી સરકારે ૭૦ હજાર કરોડ રૂ.ની જોગવાઈ કરવા નાણામંત્રાલયને જણાવ્યું હતુ. જેથી નાણામંત્રી અરૂણ જેટલીએ ૩૧ માર્ચ સુધી પુરા થતા નાણાંકીય વર્ષ માટે બજેટમાં ૭૦૧૦૦ કરોડ રૂ.ની રકમ સબસીડી માટે જોગવાઈ કરી છે.આ યોજનાનો લોકસભાની ચૂંટણી પહેલા જાહેરાત કરીને ખેડુતોની લાગણી દ્વારા લોકસભાનો જંગ જીતવા મોદી સરકારે તૈયારી શરૂ કરી દીધાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ટુંકડા પ્રકારની જમીનની ઉત્પાદકતા વધારવા કંપની સાથે કોન્ટ્રાકટ ફાર્મીંગથી જોડવા સરકારની હિમાયત

એક સમયે વિશાળ ખેતીની જમીનની ઉપલબ્ધતાના કારણે ખેત પાકોનું સારૂ ઉત્પાદન થતુ હતુ પરંતુ સમયાંતરે ભાયુ ભાગ પડવાના કારણે ખેતીની મોટી જમીન નાના-નાના ટુકડાઓમાં ફેરવાઈ જવા પામી છે. જેથી આવી નાની ખેતીની જમીનમાં પાકોની ઉત્પાદકતા ઓછી થઈ જતી હોય ઉપરાંત, નાની ટુકહા પ્રકારની ખેતી હોય તો યોગ્ય વળતર ન મળવાના કારણે ખેડુતો પણ ખેતી કરવાનું માંડી વાળે છે. જેથી આવી નાની ખેતીની જમીન ધરાવતા ખેડુતો અને ખાનગી કંપનીઓ વચ્ચે ‘કોન્ટ્રાક ફાર્મીંગ’ કરાવીને ખેતી માટે વિશાળ જમીન ઉપલબ્ધ કરાવીને ખેત ઉત્પાદન વધારવા મોદી સરકાર કમર કસી છે.

કેન્દ્રના કૃષિ રાજયમંત્રી પરસોતમભાઈ રૂપાલાએ ‘નવા ભારત માટે ટકાઉ ટેકનોલોજી આધારિત કૃષિ’ વિષય પર યોજાયેલા સેમિનારને સંબોધતા સરકારની આ વિચારણા અંગેની માહિતી આપી હતી તેમને જણાવ્યું હતુ કે રાજય નાની જમીન ધરાવતા ખેડુતોને તેની જમીનની ઉત્પાદકતા વધારવા ખાનગી કંપની સાથે ‘કોન્ટ્રાકટ ફાર્મીગ’થી જોડાવું જોઈએ. જેમાં ખેડુતો સામુહિક રીતે ખાનગી કંપની સાથે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરીને સહમતી આપવી જોઈએ. ઉપરાંત તેમણે ખેડુતોને વધારાની આવક મેળવવા મધમાખીની ખેતી અંગે વિચારવું જોઈએ તેમ પણ જણાવ્યું હતુ.

એક સમયે ગુજરાતનાં ખેડુતો માટે બીટી કોટનની ખેતી સાવ નવી હતી પરંતુ આજે રાજયમાં ૧.૨૫ કરોડ ગાંસડી બીટી કોટનનું ઉત્પાદન થાય છે. તેમ જણાવીને રૂપાલાએ કોન્ટ્રાકટ ફાર્મીગથી નાના ખેડુતોને લાભ થશે. અને મોદી સરકાર ખેડુતોની આવક બમણી કરવા કટીબધ્ધ છે. અને આ માટે એક સમિતિ પણ બનાવવામાં આવી છે તેમ ઉમેર્યું હતુ.

રાજયના કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતુ કે ગુજરાત સરકારે પાણી સંરક્ષણ માટે અનેક યોજનાઓ હાથ ધરી છે. જેના કારણે ખેતી સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીમાં વધારો થવા પામ્યો છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ નર્મદાબંધ પૂર્ણ થઈ શકયો છે. જેનાથી રાજયના ખેડુતોને સિંચાઈ માટે પાણીનો વિશાળ માત્રા ઉપલબ્ધ થયો છે. આ સેમીનાર દરમ્યાન ૨૧ એમઓયુ થયા હતા. જેમાં ચાર ફ્રાન્સ અને રશિયા સાથે, ત્રણ નેધરલેન્ડ સાથે, જયારે અમેરિકા અને યુએઈ સાથે એક એક એમઓયુ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.